logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારાર્થે અમદાવાદ જિલ્લાના કુહા સ્થિત સૂર્યા ગ્રીન પાર્ટી પ્લોટ ખાતે

*ગુજરાત પ્રદેશ ભાજપા*
*તા. ૧૬ એપ્રિલ ૨૦૨૬*
-------
*સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારાર્થે અમદાવાદ જિલ્લાના કુહા સ્થિત સૂર્યા ગ્રીન પાર્ટી પ્લોટ ખાતે આયોજિત 'વિકાસ સંકલ્પ સભા'ને સંબોધતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ*
-------
*‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ના સંકલ્પ સાથે ભાજપાના ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા આહ્વાન કરતાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ*
-------
*આખા દેશમાં સૌથી વધુ નોકરી આપતું રાજ્ય ગુજરાત છે*
*-શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ*
-------
*શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ૨૪ કલાક વીજળી આપવા અને રસ્તાના મજબૂત નેટવર્કના કરેલા ભગીરથ કાર્યની સુવાસ સમગ્ર રાજ્યમાં વિકાસરૂપે પ્રસરી છે*
*-શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ*
-------
*રૂ. ૧૦ લાખની વિનામૂલ્યે સારવાર અને લોકસભા અને વિધાનસભામાં ૩૩ ટકા મહિલા અનામત સહિતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના ઐતિહાસિક નિર્ણયોને ટાંકતા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ*
-------
*છેવાડાના માનવી સુધી ભાજપાની કેન્દ્ર અને રાજ્ય સરકારના લાભો પહોંચાડવા ગુજરાત સરકાર કટિબદ્ધ*
*-શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ*
-------

ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે,મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદ જિલ્લાના કુહા સ્થિત સૂર્યા ગ્રીન પાર્ટી પ્લોટ ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારાર્થે આયોજિત 'વિકાસ સંકલ્પ સભા'ને સંબોધતા ભાજપાના ભવ્ય વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, પહેલા પાણી, વીજળી અને રસ્તાઓની જે સમસ્યાઓ હતી તેનું નિરાકરણ લાવી આજે છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડવામાં આવી છે. રાજ્યમાં વિકાસના ખૂબ કાર્યો થયા છે અને લોકોના જીવનમાં સીધો સકારાત્મક ફેરફાર આવ્યો છે. ઔડા વિસ્તારમાં ન આવતા ગામોને નવી અને જૂની શરતના ફેરફારોનો લાભ આપી ખેડૂતોને દાખલો મેળવવામાં પણ મોટી રાહત આપવામાં આવી છે તેમ તેમણે જણાવ્યું હતું.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રદાનને ટાંકતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી ગુજરાત અને દેશના વિકાસ માટે અથાક પરિશ્રમ કરી રહ્યા છે. તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ૨૪ કલાક વીજળી આપવાનું જે ભગીરથ કાર્ય કર્યું હતું, તેની સુવાસ વિકાસરૂપે પ્રસરી છે.વર્ષ ૨૦૦૩માં શરૂ થયેલી 'વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ'ના અંગે તેમણે જણાવ્યું કે, ત્યારે MSME એકમોની સંખ્યા ૧.૮૩ લાખ હતી જે આજે ૨૭ લાખને પાર કરી ગઈ છે. રોજગારીના મુદ્દે વિપક્ષોને આડેહાથ લેતા તેમણે સ્પષ્ટ કર્યું કે આજે આખા દેશમાં સૌથી વધુ નોકરીઓ આપતું રાજ્ય ગુજરાત છે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીન નેતૃત્વમાં લેવાયેલા ઐતિહાસિક નિર્ણયોની ચર્ચા કરતા ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે, નારી વંદના અધિનિયમ દ્વારા હવે લોકસભા અને વિધાનસભામાં ૩૩ ટકા બહેનોને પ્રતિનિધિત્વની તક મળશે. આ સાથે જ વિશ્વની સૌથી મોટી આરોગ્ય યોજના 'આયુષ્માન કાર્ડ' અંતર્ગત ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને ૧૦ લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળી રહી છે.

આ પ્રસંગે કોંગ્રેસના બે આગેવાનો શ્રી પ્રવિણકુમાર ચૌહાણ અને શ્રી તરંગભાઇ પટેલ ૧૫૦થી વધુ સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા જેઓને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ભાજપાનો ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા. કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે બીનહરિફ ચૂંટાયેલા ૧ જિલ્લા પંચાયત અને ૪ તાલુકા પંચાયતના ઉમેદવારોનું અભિવાદન કર્યું હતું. ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ના સંકલ્પ સાથે ભાજપાના ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કાર્યકરો અને નાગરિકોને આહ્વાન કર્યું હતું.

આ પ્રસંગે જિલ્લા ભાજપા પ્રમુખશ્રી શૈલેષભાઇ દાવડા, ધારાસભ્યશ્રીઓ, જિલ્લા ભાજપા સંગઠનનાં પદાધિકારીઓ, સિનિયર આગેવાનો, અગ્રણીઓ, સમર્થકો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

પ્રશાંત વાળા
પ્રદેશ મીડિયા ઇન્ચાર્જ
ભાજપા ગુજરાત

6
396 views

Comment