logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ચાણસ્મામાં ચૂંટણીનો જંગ: ૨૧ બેઠકો માટે ૩૪ ઉમેદવારો મેદાનમાં, પ્રિસાઇડિંગ અધિકારીઓની તાલીમ સંપન્ન.......

ચાણસ્મામાં ચૂંટણીનો જંગ: ૨૧ બેઠકો માટે ૩૪ ઉમેદવારો મેદાનમાં, પ્રિસાઇડિંગ અધિકારીઓની તાલીમ સંપન્ન.

૨૬મીએ મતદાન માટે તંત્ર સજ્જ; મામલતદાર વિજયભાઈ ગઢવીએ કર્મચારીઓને EVM સંચાલનનું નિદર્શન આપ્યું.


પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે. તાલુકા પંચાયતની ૧૮ અને જિલ્લા પંચાયતની ૩ બેઠકો મળી કુલ ૨૧ બેઠકો માટે હવે ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. બીજી તરફ, વહીવટી તંત્ર દ્વારા મતદાનની પ્રક્રિયા નિર્વિઘ્ને પૂર્ણ થાય તે માટે જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.ગત શનિવારે ચાણસ્મા સેવા સદન ખાતે કુલ ૫૧ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. ફોર્મ ચકાસણી અને ૧૫મી એપ્રિલે ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા બાદ હવે કુલ ૩૪ ઉમેદવારો મેદાનમાં બાકી રહ્યા છે. જેમાં તાલુકા પંચાયતની ૧૮ બેઠકો પર ૨૫ ઉમેદવારો અને જિલ્લા પંચાયતની ૩ બેઠકો પર ૯ ઉમેદવારો વચ્ચે ટક્કર થશે. ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષ ઉમેદવારોએ પ્રચારના શ્રીગણેશ કરી દીધા છે. ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ચાણસ્મા મામલતદાર કચેરીના સભાખંડ ખાતે પ્રિસાઈડિંગ કર્મચારીઓ માટે ખાસ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. મામલતદાર વિજયભાઈ ગઢવીની ઉપસ્થિતિમાં યોજાયેલી આ તાલીમમાં મતદાન પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાનાર EVM (ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન) નું જીવંત નિદર્શન કરવામાં આવ્યું હતું.મામલતદાર વિજયભાઈ ગઢવીએ તાલીમાર્થી કર્મચારીઓને ઈફર ના સંચાલન, સીલિંગ પ્રોસેસ અને મતદાનના દિવસે રાખવાની સાવચેતીઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. ચૂંટણી દરમિયાન કોઈ પણ પ્રકારની ટેકનિકલ ખામી ન સર્જાય તે માટે કર્મચારીઓને ઝીણવટભરી જાણકારી આપવામાં આવી હતી. તંત્ર દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ, ૨૬મી એપ્રિલના રોજ સવારે ૭:૦૦ થી સાંજે ૬:૦૦ વાગ્યા સુધી મતદાન યોજાશે. ત્યારબાદ ૨૮મી એપ્રિલના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. લોકશાહીના આ પર્વને સફળ બનાવવા માટે ચાણસ્મા તાલુકા વહીવટી તંત્ર રાત-દિવસ કાર્યરત છે.

રિપોર્ટર મુકેશ પિત્રોડા ચાણસ્મા

17
887 views

Comment