મેના બા શિશુવિહારના વાર્ષિકોત્સવ 'સતરંગી-2026'માં ભૂલકાઓએ મચાવી ધૂમ....
મેના બા શિશુવિહારના વાર્ષિકોત્સવ 'સતરંગી-2026'માં ભૂલકાઓએ મચાવી ધૂમ....
ચાણસ્મા કેળવણી મંડળ સંચાલિત મેના બા શિશુવિહાર દ્વારા શાળાનો ભવ્ય વાર્ષિકોત્સવ 'સતરંગી 2026' અત્યંત ઉત્સાહપૂર્ણ માહોલમાં ઉજવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શાળાના નાના ભૂલકાઓએ વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ દ્વારા પ્રેક્ષકોના દિલ જીતી લીધા હતા.
રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો:
'સતરંગી' થીમ હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ લોકનૃત્ય,દેશભક્તિ ગીતો અને સામાજિક સંદેશ આપતા નાટકો રજૂ કર્યા હતા. વિવિધ રંગોના પોશાકમાં સજ્જ થયેલા શિશુઓએ સ્ટેજ પર પોતાની કલા પ્રદર્શિત કરી ઉપસ્થિત વાલીઓ અને મહેમાનોને મંત્રમુગ્ધ કર્યા હતા.
મહેમાનોનું સ્વાગત:
કાર્યક્રમના આરંભમાં દીપ પ્રાગટ્ય દ્વારા મંગલ શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત મુખ્ય મહેમાન ચાણસ્મા મામલતદાર વિજયભાઈ ગઢવી, પસાભાઈ ડેવિડ,અનિલભાઈ પટેલ,હમીરજી ઠાકોર,ભગવતી બેન પટેલ,મનુભાઈ કવિ, વિપુલભાઈ દરજી એ પ્રાસંગિક ઉદ્બોધનમાં બાળકોના સર્વાંગી વિકાસ માટે શાળાની પ્રવૃત્તિઓને બિરદાવી હતી. અને પસાભાઈ ડેવિડ દ્વારા તમામ બાળકો ને પાણી ની બોટલ અને ફિલ્ડ રિપોર્ટર ગ્રુપ ચાણસ્મા દ્વારા પેન્સિલ,રબ્બર, સંચો અને ફુટપટ્ટી ની કીટ તમામ બાળકોને આપવામાં આવી અને બીજા દાતા દ્વારા રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા.શાળાના સંચાલકો અને આચાર્ય ચંદ્રીકાબેન એ સુંદર આયોજન કર્યું હતું.અંતમાં રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમનું સફળ સમાપન થયું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળાના શિક્ષકો અને સ્ટાફ પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી.
રિપોર્ટર મુકેશ પિત્રોડા ચાણસ્મા