રિપોર્ટ હરિકૃષ્ણ ભટ્ટ ગુજરાત સુરત ઓલપાડ
આઈપીસીની કલમ 302 હેઠળ નોંધાયેલા ગુનામાં આરોપીઓ નિર્દોષ જાહેર
તાપી જિલ્લાના વ્યારા શહેરમાં વર્ષ 2023 દરમિયાન થયેલા હત્યાના કેસમાં જિલ્લા સેશન્સ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. વ્યારાની વૃંદાવન ધામ સોસાયટીમાં પુત્રવધુની હત્યાના આરોપમાં સાસુ, સસરા અને એક સંબંધી વિરુદ્ધ 26 માર્ચ 2023ના રોજ વ્યારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.
આ કેસ તાપી જિલ્લા પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી ટી. આર. દેસાઈની અદાલતમાં ચાલી રહ્યો હતો. ટ્રાયલ પૂર્ણ થયા બાદ અદાલતે પુરાવાઓના અભાવે ત્રણેય આરોપીઓને શંકાનો લાભ આપીને નિર્દોષ જાહેર કર્યા છે.
આરોપી નંબર એક, સુનંદાબેન તરફેથી લીગલ એઈડ ડિફેન્સ કાઉન્સિલ (LADC)ના ચીફ શ્રી નિલેશ જે. પટેલે મજબૂત દલીલો રજૂ કરી હતી, જ્યારે બાકીના બે આરોપીઓ તરફથી ખાનગી વકીલ દ્વારા દલીલો કરવામાં આવી હતી. અદાલતે બંને પક્ષોની દલીલો અને પુરાવાઓને ધ્યાનમાં લઈ અંતિમ નિર્ણય આપ્યો હતો.
આ રીતે લાંબા સમયથી ચાલી રહેલા આ કેસમાં અદાલતે આરોપીઓને નિર્દોષ ઠરાવી મુક્ત કરવાનો હુકમ કર્યો છે.