ધ્રાંગધ્રામાં ખનિજ માફિયાઓ સામે પોલીસની કાર્યવાહી
ધ્રાંગધ્રામાં ગેરકાયદેસર ખનન સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી પાંચ ડમ્ફર ઝડપી પાડ્યા. જેમાં કોલસો, સફેદ માટી અને રેતી ભરેલા વાહનોમાંથી લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત થયો. છેલ્લા બે દિવસમાં સિટી અને તાલુકા વિસ્તારમાં આ કાર્યવાહીથી ખનિજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. પોલીસની સતત કાર્યવાહીથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ આવશે તેવી સ્થાનિકોમાં આશા વ્યક્ત થઈ રહી છે.