logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ધ્રાંગધ્રામાં ડોર ટુ ડોર ગાડી કચરો ઉઠાવતાં ડ્રાઈવર પર હુમલો આરોપીઓ સામે તાત્કાલિક કાર્યવાહી માટે ઉગ્ર માંગ

ધ્રાંગધ્રા શહેરમાં મહેનતકશ મજૂરો પર અત્યાચાર થતો હોવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે નગરપાલિકાના કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા ડો-ટુ-ડોર કચરો એકત્ર કરતી ટીમના ડ્રાઈવર સાથે મારપીટ કરવામાં આવી હોવાનું કહેવાય છે, જેના કારણે કામદારોમાં ભારે રોષ ફેલાયો છે માહિતી મુજબ, વોર્ડ નંબર ૪ના રામપુરી વિસ્તારમાં નિયમિત કામગીરી દરમિયાન કેટલાક શખ્સોએ ડ્રાઈવર સાથે ઉશ્કેરણીભર્યું વર્તન કરી હુમલો કર્યો હતો આ બનાવમાં આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ સહિત બે લોકોના નામ સામે આવી રહ્યા છે, જેને લઈને ફરિયાદ નોંધવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે આ ઘટનાને પગલે મજૂરોમાં આક્રોશ ઉફાની ગયો હતો પોતાના સાથી સાથે થયેલા અત્યાચારના વિરોધમાં તમામ ડોર-ટુ-ડોર ગાડીઓ સાથે કામદારો ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશન ખાતે એકત્રિત થયા હતા તેમણે આ બનાવને મહેનતકશ વર્ગ પર દબાણ અને દાદાગીરીનું જીવંત ઉદાહરણ ગણાવી તાત્કાલિક આરોપીઓની ધરપકડ કરવાની ઉગ્ર માંગ ઉઠાવી હતી કામદારોના મતે, જે લોકો શહેરને સ્વચ્છ રાખવા માટે દિવસ-રાત મહેનત કરે છે, તેમના પર આ પ્રકારનો હુમલો અસહ્ય અને નિંદનીય છે આ ઘટના માત્ર એક વ્યક્તિ પર નહીં પરંતુ સમગ્ર મજૂર વર્ગના માન-સન્માન પર પ્રહાર સમાન હોવાનું પણ તેઓએ જણાવ્યું પોલીસ દ્વારા મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે વિગતો મેળવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી માહિતી મળી રહી છે.

15
891 views

Comment