logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

રિપોર્ટર હરિકૃષ્ણ ભટ્ટ ગુજરાત સુરત ઓલપાડ

ગરમીમાં રાહત: કોબા પ્રાથમિક શાળાનાં બાળકોને ચંપલ વિતરણ

ઉનાળાની સખત ગરમીમાં ઘણાં વિદ્યાર્થીઓ દૂર દૂરથી શાળાએ ચાલતાં આવે છે અને ઘણીવાર તેઓ ઉઘાડા પગે પણ બળબળતા તડકામાં શાળાએ પહોંચતા હોય છે ત્યારે આવા સમયે બાળકોને થોડી રાહત મળે અને તેઓ ગરમીથી સુરક્ષિત શાળાએ આવે એવાં ઉમદા હેતુસર શાળાનાં શિક્ષિકા શ્રીમતી નીરૂબેન પટેલ દ્વારા તમામ બાળકોને નિ:શુલ્ક ચંપલ વિતરણ કરવામાં આવી હતી. આ નાનકડું પરંતુ ખૂબ જ ઉપયોગી અને માનવતાભર્યું કાર્ય બાળકો માટે આનંદદાયક બની રહ્યું હતું. કાર્યક્રમને અંતે શાળાનાં આચાર્ય ધર્મેન્દ્ર પટેલ, શિક્ષકગણ તથા બાળકોએ નીરૂબેનનાં આ સેવાભાવી કાર્યની સરાહના કરી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

10
609 views

Comment