logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ચાણસ્મા કેળવણી મંડળ સંચાલિત શ્રી પી.એસ.પ્રા. શાળા શ્રીમતી એન.એસ. પ્રા.શાળાના વિધાર્થીઓ નો વિદાય, ઇનામ વિતરણ, વાર્ષિકોત્સવ ઉજવાયો.....

ચાણસ્મા કેળવણી મંડળ ચાણસ્મા સંચાલિત શ્રી પી.એસ.પટેલ પ્રાથમિક શાળા અને શ્રીમતી એન. એસ.પટેલ પ્રાથમિક શાળા ચાણસ્માના વિદ્યાર્થીઓનો વિદાય સન્માન સમારંભ, તેજસ્વી તારલાઓનો ઇનામ વિતરણ અને વાર્ષિકોત્સવ જેવા ત્રિવેણી સંગમ ગ્રુપ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું‌ આ કાર્યક્રમના અધ્યક્ષ રાજુભાઈ સી.પટેલ ડાયરેકટર ચાણસ્મા કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંક ચાણસ્માના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો‌ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે મામલતદાર વિજયદાન ગઢવી અને અતિથિ વિશેષ તરીકે રાજુભાઈ પટેલ સમાજ સંગઠક ચાણસ્મા,
ચાણસ્મા કેળવણી મંડળના મંત્રીશ્રી શોભનાબેન અને અનિલભાઈ ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ પ્રાર્થના સ્વાગત ગીત અને રિમિક્સ ગરબા દ્વારા સાંસ્કૃતિક પ્રવૃત્તિ રજૂઆત કરી હતી. શાળાની અંદર ગત વર્ષ ૨૦૨૪-૨૫ ની અંદર બાલવાટિકા થી લઈ ધોરણ આઠ સુધીના તેજસ્વી તારલાઓનું ઇનામ વિતરણ કરવામાં હતું. આ કાર્યક્રમમાં દાતાશ્રીઓ તરફથી દાનની સરવાણી પણ કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું તમામ આયોજન આચાર્યશ્રી વિપુલભાઈ દરજીએ કર્યું હતું. કાર્યક્રમના સભા સંચાલન શાળાના મદદનીશ શિક્ષિકા ભાવનાબેન પી. પટેલ અને ભાવનાબેન ડી. પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમના શાળા પરિવારનો સંપૂર્ણ સહયોગ મળ્યો હતો. અને સુંદર વ્યવસ્થા જાળવવામાં આવી હતી‌. આ કાર્યક્રમ ખૂબ જ સફળતાપૂર્વક પૂર્ણ થયેલ હતો અને તમામ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ વાર્ષિકોત્સવ નો આનંદ માણ્યો હતો.

રિપોર્ટર મુકેશ પિત્રોડા ચાણસ્મા

10
873 views

Comment