logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

સુરત મનપાનાં હાઇડ્રોલિક વિભાગ તરફથી સાઉથ -ઇસ્ટ ઝોન (લિંબાયત ), સાઉથ ઝોન (ઉધના એ) સાઉથ ઝોન અથવા તથા સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં પાણી પુરવઠા અંગેની જાહેરાત.

સુરતના શહેરીજનોને સુરત મહાનગરપાલિકા ધ્વારા અપાતી તમામ સેવાઓ શ્રેષ્ઠત્તમ કક્ષાની મળી રહે તે માટે સુરત મહાનગરપાલિકા હરહંમેશ કટીબધ્ધ છે. સુરત મહાનગરપાલિકાનાં કતારગામથી આવતી ૧પર૪ મી.મી. વ્યાસની એમ.એસ.લાઈનથી લિંબાયત ઝોન વિસ્તારમાં કિન્નરી જળ વિતરણ મથક,ઉધનાઝોન વિસ્તારમાં ખટોદરા જળ વિતરણ મથક,ઉધના (ચીકુવાડી) જળ વિતરણ મથક અને પાંડેસરા જળ વિતરણ મથક તથા સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં લાલ દરવાજા જળ વિતરણ મથક ખાતેની અંડરગ્રાઉન્ડ ટાંકીઓ ભરવામાં આવેછે.સદર ૧પર૪ મી.મી. વ્યાસની એમ.એસ.લાઈનમાં સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં દિલ્લી ગેટ પાસે થયેલ લીકેજ રીપેરીંગની અગત્યની કામગીરી તા.૦૧/૦૪/ર૦ર૬ બુધવારનાં રોજ સવારે ૯:૩૦ થી તા.૦ર/૦૪/ર૦ર૬ ગુરૂવારનાં રોજ સવારે ૮:૦૦ કલાક સુધી હાથ ધરવામાં આવનાર છે. જેના કારણેતા.૦૧/૦૪/ર૦ર૬ બુધવારનાં રોજ સવારે ૯:૩૦ થી તા.૦ર/૦૪/ર૦ર૬ ગુરૂવારનાં રોજ નીચે દર્શાવેલ વિસ્તારોમાં અપાતો પાણી પુરવઠો સંપૂર્ણ બંધ/ અશત: અવરોધાય/ ઓછા પ્રેશરથી/ નહીંવત મળવાની શકયતા રહેલી છે.

તા.૦૧/૦૪/ર૦ર૬ બુધવારનાં રોજ નીચે મુજબના વિસ્તારમાં પાણી પુરવઠો સંપૂર્ણ બંધ રહેશે.
સાઉથઝોન (ઉધના–એ)
ઉધના (ચીકુવાડી) જળ વિતરણ મથક :– સાંજનો સપ્લાય:– જુના બમરોલીના અપેક્ષા નગર,હરીઓમ નગર,પુનિત નગર,દેવી દર્શન સોસાયટી,જય જવાન જય કિશાન સોસાયટી અને ગોવાલક વિસ્તારના અંબિકા નગર,આશાપુરી સોસાયટી,દેવેન્દ્ર નગર,ગણપત નગર,લક્ષ્મી નગર,કરશન નગર,હીરા નગરઅને કર્મયોગી સોસાયટી વિગેરે વિસ્તારોમાં અપાતો પાણી પુરવઠો.

પાંડેસરા જળ વિતરણ મથક :– સાંજનો સપ્લાય:–પાંડેસરાજી.આઈ.ડી.સી.વિગેરે વિસ્તારોમાં અપાતો પાણી પુરવઠો.

ખટોદરા જળ વિતરણ મથક :– સવારનો સપ્લાય:–ખટોદરાજી.આઈ.ડી.સી. વિગેરે વિસ્તારોમાં અપાતો પાણી પુરવઠો.

સાઉથ–ઈસ્ટ ઝોન (લિંબાયત)
કિન્નરી જળ વિતરણ મથક:– સાંજનો સપ્લાય:– ભાઠેના વિસ્તાર,સલીમનગર,EWS કવાર્ટ્સ,જવાહરનગર,નહેરૂનગર,લો–કાસ્ટ કોલોની,ચીમનીનો ટેકરો,D –ટાઈપ ટેનામેન્ટ,ગાંધીનગર,સલીમનગર,ઈસ્લામપુરા,રઝા નગર,જુના ડેપોનો વિસ્તાર વિગેરે વિસ્તારોમાં અપાતો પાણીપુરવઠો.
તા.૦૧/૦૪/ર૦ર૬ બુધવારનાં રોજ નીચે મુજબના વિસ્તારમાં પાણી પુરવઠો અશત: અવરોધાય/ ઓછા પ્રેશરથી/ નહીંવત મળવાની શકયતા રહેલી છે.
સેન્ટ્રલ ઝોન (ઉત્તર)
લાલ દરવાજા જળ વિતરણ મથક:– સાંજનો સપ્લાય:–(ઉત્તર વિભાગ)દિલ્હીગેટ થી ચોક બજાર,રાજમાર્ગથી ઉત્તર તરફના વિસ્તારમાં મહીધરપુરા,રામપુરા,હરીપુરા,સૈયદપુરા,ધાસ્તીપુરા,શાહપોર–નાણાંવટ અને આજુબાજુનો સમગ્ર વિસ્તાર. રેલ્વે સ્ટેશન,સુમુલ ડેરી

8
445 views

Comment