logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ચાણસ્માના રામજી મંદિરે 'ભય પ્રગટ કૃપાલા' ના નાદ સાથે રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી....

ચાણસ્માના રામજી મંદિરે 'ભય પ્રગટ કૃપાલા' ના નાદ સાથે રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી..ચાણસ્મા સ્થિત વર્ષો પુરાણા શ્રી રામજી મંદિર ખાતે ચૈત્ર સુદ નોમ એટલે કે રામનવમીના પવિત્ર દિવસે બપોરે ૧૨:૦૦ કલાકે ભગવાનનો પ્રાગટ્ય મહોત્સવ યોજાયો હતો. જેમાં સવારથી જ મંદિરમાં ભગવાન રામ, માતા જાનકી અને લક્ષ્મણજીનો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો.
બપોરે ૧૨ વાગ્યે ભગવાનના જન્મના સમયે 'જય શ્રી રામ' ના જયઘોષ સાથે મહાઆરતી કરવામાં આવી હતી.
ભક્તો દ્વારા ભગવાનને પંજરી અને સુખડીનો પ્રસાદ ધરવામાં આવ્યો હતો.

લોકજુવાળ: આ મહોત્સવમાં ચાણસ્મા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. ભાવિકોએ લાઈનમાં ઉભા રહીને રામલલ્લાના દર્શનનો લાભ લીધો હતો.

સુશોભન: સમગ્ર મંદિર પરિસરને ફૂલો અને રોશનીથી શણગારવામાં આવ્યું હતું, જેનાથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.

0
63 views

Comment