logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

રિપોર્ટર હરિકૃષ્ણ ભટ્ટ ગુજરાત સુરત ઓલપાડ


મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ

હિંદુ ધર્મના લોકો રામનવમી પર્વને પરંપરાગત રીતે ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. પ્રભુ શ્રીરામ પ્રત્યેની શ્રદ્ધા માત્ર ભારતવર્ષમાં જ નહીં, પરંતુ વિદેશોમાં પણ એટલી જ ઊંડી જોવા મળે છે. શ્રીરામ એક એવા આદર્શ પુત્ર હતા, જેઓએ પિતા, માતા, પત્ની, ભાઈ-બંધુ, ગુરુ અને સમગ્ર સમાજ પ્રત્યેની પોતાની ફરજો નિષ્ઠાપૂર્વક નિભાવી હતી. તેમણે મર્યાદા અને આદર્શોથી ભરેલું જીવન જીવી ‘મર્યાદા પુરુષોત્તમ’ તરીકે લોકહૃદયમાં સ્થાન મેળવ્યું છે.

શ્રીરામ આબાલવૃદ્ધ માટે પ્રેરણાસ્ત્રોત છે. આ જ ભાવનાને ઉજાગર કરવા માટે ઓલપાડની કમરોલી પ્રાથમિક શાળાના નાના બાળકોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો. નાનાં ભૂલકાઓએ હરખભેર શ્રીરામ અને સીતાજીનો વેશ ધારણ કરીને આ પર્વની ઉજવણીમાં ઉમંગભેર ભાગ લીધો હતો. આ સુંદર ક્ષણોને કેમેરામાં કેદ કરવામાં આવી હતી.

તસવીર: વિજય પટેલ (ઓલપાડ)

0
0 views

Comment