ચાણસ્મા ખાતે જલસેવાનો અનોખો ઉપક્રમ: ઠંડા પાણીની પરબનું ભવ્ય ઉદ્ઘાટન
ચાણસ્મા ખાતે જલસેવાનો અનોખો ઉપક્રમ: ઠંડા પાણીની પરબનું ભવ્ય ઉદ્ઘાટન
ચાણસ્મા:૨૬.૦૩.૨૦૨૬, ગુરુવાર
AIMA NEWS,DELHI
અહેવાલ: મિહિર પટેલ ચાણસ્મા
ગરમીના પ્રખર તાપ વચ્ચે માનવતા અને સેવાભાવનું ઉત્તમ ઉદાહરણરૂપ બની રહે તેવી એક સરાહનીય પહેલ રૂપે ચાણસ્મા ખાતે ઠંડા પાણીની પરબનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
ફિલ્ડ રિપોર્ટર ગ્રુપ ચાણસ્મા દ્વારા “જલ સેવા એજ પ્રભુ સેવા” ના પવિત્ર સૂત્રને સાર્થક કરતા આજ રોજ ચાણસ્મા મામલતદાર કચેરી સામે ઠંડા પાણીની પરબ શરૂ કરવામાં આવી હતી. આ પરબનું ઉદ્ઘાટન ચાણસ્મા ગામના પ્રતિષ્ઠિત આગેવાનોના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શહેરના અગ્રણીઓ, સમાજસેવી આગેવાનો તેમજ ફિલ્ડ રિપોર્ટર ગ્રુપના તમામ સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ આ પ્રકારની સેવા પ્રવૃત્તિઓને વધાવી લીધી હતી અને ગરમીના સમયમાં તરસ્યા લોકોને ઠંડું પાણી ઉપલબ્ધ કરાવવાનો આ ઉપક્રમ ખુબ જ પ્રશંસનીય ગણાવ્યો હતો.
ફિલ્ડ રિપોર્ટર ગ્રુપ દ્વારા આયોજિત આ જલસેવા પરબ આવનારા દિવસોમાં પણ સતત ચાલુ રાખવામાં આવશે, જેથી મુસાફરો અને સ્થાનિક લોકોને ગરમીમાંથી રાહત મળી રહે.
આ સમગ્ર આયોજન સમાજમાં સેવાભાવ અને માનવતાની ભાવનાને વધુ મજબૂત બનાવતું એક પ્રેરણાદાયક કાર્ય બની રહ્યું છે.