logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

કલોલ-કડી-કટોસણ-બહુચરાજી-રણુજ રેલવે ખંડ પર પેસેન્જર ટ્રેન સેવા સત્વરે શરૂ કરવા મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલની કેન્દ્રીય મંત્રીઓને રજૂઆત

કલોલ-કડી-કટોસણ-બહુચરાજી-રણુજ રેલવે ખંડ પર પેસેન્જર ટ્રેન સેવા સત્વરે શરૂ કરવા મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલની કેન્દ્રીય મંત્રીઓને રજૂઆત

દિલ્હી: ૨૫.૦૩.૨૦૨૬
અહેવાલ: મિહિર પટેલ ચાણસ્મા
AIMA NEWS, DELHI

મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલે અમદાવાદ-કલોલ-કડી-કટોસણ-બેચરાજી-રણુજ રેલવે ખંડ પર પેસેન્જર ટ્રેન સેવાઓ તાત્કાલિક ધોરણે ફરીથી શરૂ કરવા માટે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજરાપુ રામમોહન નાયડુને લેખિત રજૂઆત કરી છે.

મીટર ગેજમાંથી બ્રોડ ગેજમાં પરિવર્તનની કામગીરીના કારણે આ રેલમાર્ગ સપ્ટેમ્બર ૨૦૧૭ થી યાત્રીઓ માટે બંધ છે. માર્ચ ૨૦૨૫ માં બ્રોડ-ગેજનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે અને છેલ્લા કેટલાક મહિનાઓથી આ માર્ગ પર માલગાડીઓ સફળતાપૂર્વક દોડી રહી છે. જોકે, પેસેન્જર ટ્રેનો શરૂ કરવા માટે ઉડ્ડયન વિભાગના ક્ષેત્રાધિકારમાં આવતા **CRS (કમિશનર ઓફ રેલવે સેફ્ટી - Commissioner of Railway Safety) ના નિરીક્ષણની અને ત્યારબાદ NOC ની પ્રક્રિયા હજુ બાકી હોવાથી પેસેન્જર ટ્રેનો શરૂ કરવામાં વિલંબ થઈ રહ્યો છે**.

સાંસદ હરિભાઈ પટેલે અગાઉ ૩ સપ્ટેમ્બર ૨૦૨૫ ના રોજ કેન્દ્રીય રેલવે મંત્રીને પત્ર લખીને રજૂઆત કરી હતી, જેના પગલે રેલવે વિભાગે પોતાની કામગીરી ઝડપથી પૂર્ણ કરી છે. પરંતુ જ્યાં સુધી ઉડ્ડયન વિભાગ દ્વારા CRS નિરીક્ષણ પ્રક્રિયા પૂર્ણ કરી NOC ઇશ્યુ કરવામાં ન આવે ત્યાં સુધી ટ્રેન સેવા શરૂ થઈ શકે તેમ નથી. આથી, સાંસદ હરિભાઈ પટેલે આ વિલંબ દૂર કરવા અને પ્રક્રિયા ઝડપી બનાવવા નાગરિક ઉડ્ડયન મંત્રીને વધુ એક વખત રજૂઆત કરી છે.

પેસેન્જર ટ્રેન સેવા સત્વરે શરૂ કરવાની આવશ્યકતા સમજાવતા સાંસદ હરિભાઈ પટેલેનનીચેના મહત્વના મુદ્દાઓ પર ધ્યાન દોર્યું છે:
* **ઔદ્યોગિક મહત્વ:** આ વિસ્તાર એક મોટું ઔદ્યોગિક કેન્દ્ર છે, જ્યાં મારુતિ સુઝુકી અને હીરો હોન્ડા જેવા વિશાળ પ્લાન્ટ્સ ઉપરાંત ૨૦૦ થી વધુ અન્ય ઔદ્યોગિક એકમો આવેલા છે.
* **તીર્થયાત્રા અને જનહિત:** સુપ્રસિદ્ધ બહુચરાજી માતાજીના મંદિરે દરરોજ હજારો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. છેલ્લા ૮ વર્ષથી ટ્રેન સેવા બંધ હોવાથી ૪૦ થી વધુ ગામડાંની જનતા, વિદ્યાર્થીઓ અને વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
* **આર્થિક પ્રભાવ:** પેસેન્જર ટ્રેનો બંધ રહેવાને કારણે બહુચરાજીના સ્થાનિક બજારો અને વેપાર-ધંધા પર ખૂબ જ માઠી અસર પડી રહી છે.

અંતમાં સાંસદ હરિભાઈ પટેલે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રીને આ મામલે વ્યક્તિગત હસ્તક્ષેપ કરીને કટોસણ-બેચરાજી-રણુજ ખંડનું વહેલી તકે CRS નિરીક્ષણ કરાવવા માટે નિર્દેશ આપવા અપીલ કરી છે, જેથી આ વિસ્તારના લોકોને વહેલી તકે ફરીથી રેલ સેવાનો લાભ મળી શકે સાંસદ હરિભાઈ પટેલે જણાવ્યું હતું કે, પ્રજાના હિતમાં આ કાર્યવાહી ઝડપથી પૂર્ણ થાય તે માટે તેઓ સતત પ્રયત્નશીલ છે.આ રેલ સેવા માટે 3 સપ્ટેમ્બર 2025ના રોજ કેન્દ્રીય રેલવે મંત્રીને રજુઆત બાદ હવે આ પ્રક્રિયા ઝડપી બને તે માટે ઉડયન વિભાગને રજુઆત કરવામાં આવી છે

67
10205 views

Comment