logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

સુરત મહાનગરપાલિકાનાં ખજોદ ડિસ્પોઝલ સાઈડ ખાતે આર.ડી.એફ કચરામાં આગ લાગવાની ઘટના બની હતી.



આજરોજ ખજોદ ડિસ્પોઝલ સાઇટ ખાતે આર.ડી.એફ. (Refuse Derived Fuel) કચરામાં આગ લાગવાની ઘટના નોંધાઈ હતી.

બપોરે સવા એક વાગ્યે ઘટનાની માહિતી મળતા જ સુરત મહાનગરપાલિકા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની આઠ ગાડીઓ દ્વારા ૩૨ જેટલા ફેરા થકી પાણીનો સતત છંટકાવ (water spraying), ૬ જેસીબી આઠ પોક્લેન મશીનો દ્વારા સતત કચરાનું ટર્નિંગ, ફાયર લાઇન બનાવવી તેમજ માટી કવરિંગ જેવી કામગીરી હાથ ધરવામાં આવેલ. ઝડપી અને સંકલિત સતત પ્રયાસો થકી પરિસ્થિતિ કાબુમાં લેવાની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે.

પ્રાથમિક રીતે આ પ્રકારની આગ મોટા કચરાના ઢગલામાં આંતરિક ગરમી વધવાથી (spontaneous combustion), જ્વલનશીલ RDF સામગ્રી, મીથેન ગેસ ઉત્પન્ન થવું અને ઉનાળાના વધતા તાપમાનના સંયુક્ત પ્રભાવને કારણે લાગી હોવાની શક્યતા છે.

સુરત મહાનગરપાલિકા ના અધિકારીઓ સ્થળ પર સતત હાજર રહી પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે તથા આગ વધુ નહિ ફેલાય તે માટે જરૂરી તમામ તકેદારી લેવામાં આવી રહી છે.

આગામી સમયમાં લેવામાં આવનાર પગલાં (Preventive Measures):-

* આર.ડી.એફ.ના ઢગલાનો નિયમિત ટર્નિંગ

અને કદ/ઊંચાઈ નિયંત્રણ.

* કચરાનું દૈનિક તાપમાન મોનિટરિંગ

સાઇટ

પર પાણીના ટેન્કર / સ્પ્રિંકલિંગ સિસ્ટમની

વ્યવસ્થા.

* બપોરના સમયમાં ખાસ ફાયર વોચ અને

પેટ્રોલિંગ.

* બેટરી, કેમિકલ અને અન્ય જોખમી કચરાનું

અલગ સંચાલન.

* કોઈપણ બાહ્ય અગ્નિ સ્રોત (smoking

onen flame) પર કડક નિયંત્રણ.

7
502 views

Comment