logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

સુરત મહાનગરપાલિકા દ્વારા રાષ્ટ્રગીત 'વંદે માતરમ' @ ૧૫૦ ની ઉજવણી અંતર્ગત 'વંદે માતરમ' નું મૂળ સ્વરૂપે ગાન કરવામાં આવેલ.

સને ૧૮૭૫ માં રાષ્ટ્રીય સ્વતંત્રતા ચળવળ દરમિયાન રાષ્ટ્ર ગીત "વંદે માતરમ" ના માધ્યમ દ્વારા રાષ્ટ્ર ચેતના અને માતૃભુમી માટેના ગર્વની એકસૂત્રતાના સંદેશ થકી સમગ્ર સ્વતંત્રતા ચળવળ એકતાંતણે બંધાઈ હતી અને એક નવી ઉંચાઈ હાંસલ કરેલ હતી. ભારતનું રાષ્ટ્ર ગીત આપણા સમગ્ર દેશ માટે રાષ્ટ્રીય ગૌરવની બાબત છે. રાષ્ટ્ર ગીત "વંદે માતરમ" @ ૧૫૦ વર્ષ (ફેઝ - ૨) ની તા.૨૩ થી ૩૧ માર્ચ, ૨૦૨૬ દરમ્યાન ઉજવણી અંતર્ગત મ્યુનિ.કમિશનર એમ.નાગરાજન અને મ્યુનિ.અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓની ઉપસ્થિતિમાં આઈ.સી.સી.સી. કચેરી, ન્યુ સીટીલાઈટ રોડ, સુરત તથા સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી, તમામ ઝોન કચેરી, તમામ વિભાગો/ખાતાઓ, વોર્ડ ઓફિસો, હેલ્થ સેન્ટરો, મસ્કતી હોસ્પિટલ, સ્મીમેર કોલેજ અને હોસ્પિટલના પરિસરમાં તા.૨૪ માર્ચ, ૨૦૨૬ ના રોજ સવારે ૧૦ :૩૦ કલાકે "વંદે માતરમ" નું મૂળ સ્વરૂપે ગાન કરવાનું આયોજન કરવામાં આવેલ. સુરત શહેરનાં શ્રી તાપી ભવન, તાપીપુરા ખાતે તેમજ અન્ય ઝોન કચેરી, તમામ વિભાગો/ખાતાઓ, વોર્ડ ઓફિસો, હેલ્થ સેન્ટરો, મસ્કતી હોસ્પિટલ, સ્મીમેર કોલેજ અને હોસ્પિટલ ખાતે મ્યુનિ.અધિકારીશ્રીઓ તથા કર્મચારીશ્રીઓની ઉપસ્થિતિમાં "વંદે માતરમ" રાષ્ટ્રગીતનું મૂળ સ્વરૂપે સમૂહગાન કરવામાં આવેલ.

4
170 views

Comment