logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

રિપોર્ટર હરિકૃષ્ણ ભટ્ટ ગુજરાત સુરત ઓલપાડ

બ્લોક રિસોર્સ સેન્ટર ઓલપાડ દ્વારા ધોરણ 6 થી 8 નાં વિજ્ઞાન વિષયનાં શિક્ષકોને તાલીમ અપાઈ

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 હેઠળ સૂચિત વ્યાવસાયિક સજ્જતા તાલીમ (Continuous Professional Development-CPD) નાં ભાગરૂપે તેમજ GOAL (Gujarat Outcomes for Accelerated Learning) DLI-4 તેમજ School of Excellence (SoE) પ્રોજેક્ટ અંતર્ગત અધ્યયન નિષ્પત્તિ આધારિત ધોરણ 6 થી 8 નાં વિજ્ઞાન વિષયનાં શિક્ષકોની તાલીમ ઓલપાડ ખાતે યોજવામાં આવી હતી.
બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ આયોજીત આ તાલીમ વર્ગમાં તાલુકાની ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં કાર્યરત વિજ્ઞાન શિક્ષક ભાઈ-બહેનોએ સહર્ષ ભાગ લીધો હતો. તાલુકાનાં બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલે પ્રારંભિક દિવસે તાલીમાર્થીઓને બાળકોમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પ્રસ્થાપિત કરી શાળામાં વિજ્ઞાન શિક્ષણ ક્ષેત્રે નવી કેડી કંડારવા હાકલ કરી હતી.
સદર તાલીમ વર્ગમાં વિષયવસ્તુનાં કઠિન બિંદુઓ તથા કઠિન અધ્યયન નિષ્પત્તિઓને સરળ રીતે વર્ગખંડ કાર્યમાં રજૂ કરી શકાય એવી વિવિધ યુક્તિ-પ્રયુક્તિઓથી તાલીમાર્થીઓને માર્ગદર્શિત કરવામાં આવ્યા હતાં. આ માટે તજજ્ઞ તરીકે ઈલેશ ચૌધરી (ડભારી), દિપીક્ષા ચૌધરી (આશિયાનાનગર), મિતેશ પટેલ (મીરજાપોર), ધિરેન્દ્ર ચૌધરી (અસ્નાબાદ), અક્ષય પ્રજાપતિ (સિથાણ) તથા કાજલ પટેલ (મુળદ) એ ઉત્કૃષ્ટ ભૂમિકા બજાવી હતી. તાલીમનાં પ્રારંભે તાલીમાર્થીઓની પ્રિ-ટેસ્ટ તથા અંતે પોસ્ટ ટેસ્ટ લેવામાં આવી હતી. અંતમાં તાલીમાર્થીઓએ પોતાનાં પ્રતિભાવો રજૂ કર્યા હતાં. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ દ્વારા માહિતી આપવામાં આવી.

6
117 views

Comment