logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

સુરત મહાનગરપાલિકાનાં મેયર્સ ફંડમાંથી આજરોજ અરજદાર દર્દીઓને આર્થિક સહાયના અર્પણ કરવામાં આવેલ.

સુરત મહાનગરપાલિકા દ્વારા મેયર્સ ફંડ સમિતિ મારફત આજદિન સુધી ૪૪૭૫ થી વધુ અરજદારોને અંદાજીત કુલ રૂ. ૧૪ કરોડ ૭૦ લાખથી વધુની આર્થિક સહાય.
સુરત મહાનગરપાલિકા મેયર્સ ફંડ સમિતિ મારફત આજરોજ માંદગીના કિસ્સાના કુલ ૪૮ જેટલા દર્દીઓને અંદાજીત રૂ. ૧૧,૧૬,૬૦૦ આર્થિક સહાયના ચેક મેયર દક્ષેશભાઇ માવાણીના વરદહસ્તે અર્પણ.

શહેરીજનો માટે આરોગ્યલક્ષી આર્થિક સહાય ચૂકવવા સુરત મહાનગરપાલિકા ઘ્વારા મેયર્સ ફંડ સમિતિ કાર્યરત છે. આર્થિક મુશ્કેલીને કારણે જરૂરિયાતમંદ શહેરીજનો સારવારથી વંચિત ન રહે જેથી સેવાભાવનાના પ્રતીકરૂપે મેયર્સ ફંડ સમિતિ મારફત શહેરીજનોના આરોગ્યલક્ષી આર્થિક સહાય કરી મદદરૂપ થતી સુરત મહાનગરપાલિકા દેશની એક માત્ર મહાનગરપાલિકા છે. આ સમિતિ વિશેષ રૂપે એવા દર્દીઓ માટે કાર્યરત છે જેમને ગંભીર બીમારીમાં આર્થિક મદદની જરૂર હોય. ખાસ નોંધનીય છે કે, જે દર્દીઓએ હોસ્પિટલમાં સારવાર લીધી હોય, તેઓ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયાના છ માસની અંદર આ સહાય મેળવવા માટે અરજી કરી શકે છે. પ્રાપ્ત થયેલી અરજીઓની યોગ્ય તપાસ અને સમિતિના નીતિ-નિયમોના આધારે જરૂરિયાતમંદ પરિવારોને સીધી આર્થિક મદદ ચૂકવવામાં આવે છે.
સુરત મહાનગરપાલિકાની નવી ચૂંટાયેલી પાંખની તારીખ ૧૨/૦૩/૨૦૨૧ થી શરુ થયેલ ટર્મમાં મેયર ફંડમાંથી આજદિન સુધી ૪૪૭૫ થી વધુ અરજદારોને અંદાજીત કુલ રૂ. ૧૪ કરોડ ૭૦ લાખથી વધુની આર્થિક સહાય ચુકવવામાં આવેલ છે. તેમજ તા.૦૯.૦૩.૨૦૨૬ ના રોજ મેયર કચેરીમાં યોજાયેલ મેયર્સ ફંડ સમિતિની સભામાં માંદગીના કિસ્સાના કુલ ૪૮ જેટલા દર્દીઓને અંદાજીત રૂ. ૧૧,૧૬,૬૦૦/ આર્થિક સહાય ચૂકવવાનું મંજુર કરવામાં આવેલ. જે આર્થિક સહાયના ચેક તેઓને આજરોજ મેયર દક્ષેશભાઇ માવાણીના વરદહસ્તે સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતેથી અર્પણ કરવામાં આવેલ.

0
112 views

Comment