logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

બ્રેકિંગ ન્યૂઝ સંખેડા પોલીસનો મોટો દરોડો:

સંખેડા પોલીસનો મોટો દરોડો: કિયા સેલ્ટોસમાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી લેવાયો, આરોપી ખેતરમાંથી ફરાર

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસ અધીક્ષક ઈમ્તીયાઝ શેખ અને મદદનીશ પોલીસ અધિક્ષક હર્ષ શર્માના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં દારૂબંધીના કડક અમલ માટે સતત કાર્યવાહી હાથ ધરાઈ રહી છે.

આ દરમિયાન સંખેડા પોલીસ સ્ટાફ વોચમાં હતો ત્યારે બાતમી મળી હતી કે કાળી તલાવડી પાટીયા તરફથી કિયા સેલ્ટોસ કારમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરાઈ કેનાલ રોડ મારફતે ડભોઇ તરફ લઈ જવાઈ રહ્યો છે.

પોલીસે વાહન રોકવાનો પ્રયાસ કરતાં ચાલકે ગાડી લઈને ભાગવાનો પ્રયાસ કર્યો. પોલીસ દ્વારા પીછો કરવામાં આવ્યો હતો. આ દરમિયાન કારનું આગળનું ડ્રાઇવર સાઈડનું ટાયર ફાટી જતાં ચાલકે ગાડી કાળી તલાવડીથી માંજરોલ તરફના રોડ પાસે એક બંધ ઓરડી પાછળ મૂકી તુવેરના ખેતરમાંથી ફરાર થઈ ગયો.

પોલીસે ગાડીની તપાસ કરતા તેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂના કુલ ૧૨૭૨ નંગ મળ્યા, जिसकी કિંમત રૂ. ૪,૭૫,૨૮૪.૭૨ થાય છે. ઉપરાંત હેરાફેરી માટે વપરાયેલી કિયા સેલ્ટોસ કાર (રજી. નં. GJ-06-PL-9493) કિંમત રૂ. ૫ લાખ મળી કુલ રૂ. ૯,૭૫,૨૮૪.૭૨ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

આ મામલે સંખેડા પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે.

0
67 views

Comment