logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

રિપોર્ટર હરિકૃષ્ણ ભટ્ટ ગુજરાત સુરત ઓલપાડ



ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા વધતી ઉનાળાની ગરમી અને વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી આગામી તા. ૧૫ માર્ચથી શાળાનો સમય સવારનો કરવા માટે રાજ્યના શિક્ષણમંત્રી ડૉ. પ્રદ્યુમનભાઈ વાજાને લેખિતમાં નમ્ર રજૂઆત કરવામાં આવી છે.

સંઘના જણાવ્યા મુજબ ચાલુ વર્ષે ઉનાળાની ગરમી વહેલી શરૂ થઈ ગઈ છે અને હીટવેવની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના કારણે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને લૂ લાગવાની તથા બીમાર પડવાની શક્યતા વધી શકે છે.

આગામી દિવસોમાં ચાર તહેવારો અને બે રવિવાર મળી કુલ છ દિવસની રજાઓ પણ આવવાની હોવાથી આર.ટી.ઈ. મુજબ જરૂરી કામકાજના દિવસો અને કલાકો પૂર્ણ કરવામાં કોઈ અડચણ નહીં રહે. તેથી વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ૧૫ માર્ચથી શાળાનો સમય સવારનો કરવા રજૂઆત કરવામાં આવી હોવાનું સંઘના જિલ્લા પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલે દ્વારા માહિતી આપવામાં આવી.
ન્યૂઝ રિપોર્ટર હરિકૃષ્ણ ભટ્ટ સુરત ઓલપાડ

1
0 views

Comment