અરવલ્લી SOGએ બિલ વગરના ૧૪ મોબાઈલ સાથે વેપારીને પકડ્યો
અરવલ્લી જિલ્લાના મુખ્યમથક મોડાસા શહેરના આઈકોનિક બસ પોર્ટ સામે આવેલ લક્ષ્મી શોપિંગ સેન્ટર સહિત બસ પોર્ટની આજુબાજુનો સમગ્ર વિસ્તાર મોબાઇલ બજાર તરીકે દેશ-દુનિયામાં જાણીતો છે. મોડાસાનું મોબાઈલ માર્કેટ દેશ-વિદેશના બિલ વગરના કે ચોરીના મોબાઈલ માટે સમગ્ર દેશમાં મોખરાનું સ્થાન ધરાવે છે. જીલ્લા એસઓજી પોલીસે લક્ષ્મી શોપિંગ સેન્ટરમાં આવેલ ગેલેક્સી મોબાઈલ રીપેરીંગ નામની દુકાનમાં ત્રાટકી બિલ વગરના ૫૬ હજારના ૧૪ ફોન સાથે વેપારીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મોડાસા શહેરમાં અનેક વેપારીઓ બિલ વગરના મોબાઈલ ખુલ્લેઆમ વેચી રહ્યા હોવાનું જગજાહેર છે.
સેથી
અરવલ્લી પોલીસવડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જીલ્લા એસઓજી પોલીસને મોડાસા શહેરના બસ પોર્ટ સામે આવેલ લક્ષ્મી શોપિંગ સેન્ટરમાં ગેલેક્સી મોબાઈલ નામની દુકાનમાં ગેરકાયદેસર રીતે બિલ વગરના મોબાઈલનું વેંચાણ થતું હોવાની બાતમી મળતા એસઓજી પીઆઈ એચ. પી. ગરાસીયા અને તેમની ટીમ બાતમી આધારિત દુકાનમાં રેડ કરી કાઉન્ટર
પર મૂકેલા ૧૪ સ્માર્ટ ફોનના બિલ અંગે દુકાનમાં હાજર સઇદ શિકંદર પટેલ (રહે, અલીના રેસિડેન્સી)ને મોબાઈલનું બિલ રજૂ કરવા જણાવતા સઈદ પટેલે બિલ અંગે ગલ્લાતલ્લા કરતા એસઓજી પોલીસને મોબાઈલ ચોરીના હોવાનું જણાઈ આવતા વેપારીની અટકાયત કરી તેની વિરુદ્ધ મોડાસા ટાઉન પોલીસમાં ગુન્હો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.