રિપોર્ટર હરિકૃષ્ણ ભટ્ટ ગુજરાત સુરત ઓલપાડ
સી.ડી. પચ્ચીગર કોલેજ ઓફ હોમિયોપેથીક મેડિસિન એન્ડ હોસ્પિટલ દ્વારા મફત આરોગ્ય તપાસ કેમ્પ યોજાયો
ઓલપાડ તાલુકાના મોરથાણ ગામે સી.ડી. પચ્ચીગર કોલેજ ઓફ હોમિયોપેથીક મેડિસિન એન્ડ હોસ્પિટલ દ્વારા મફત આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામના કમિલેશ્વર મહાદેવ મંદિર હોલ ખાતે તા. ૮ માર્ચ ૨૦૨૬ના રોજ સવારે ૯:૦૦ થી બપોરે ૧:૩૦ વાગ્યા સુધી યોજાયેલા આ કેમ્પમાં ગ્રામજનોએ બહોળા પ્રમાણમાં લાભ લીધો હતો.
આ કેમ્પ દરમિયાન હૃદયરોગ, ઉચ્ચ રક્તચાપ (બ્લડ પ્રેશર), ફેફસાંના રોગ (દમ/અસ્થમા), ડાયાબિટીસ, સાંધાના દુઃખાવા, ત્વચાના રોગ તેમજ સ્ત્રી માસિક સંબંધિત રોગોની તપાસ કરવામાં આવી હતી. ઉપરાંત તમામ પ્રકારના બ્લડ અને યુરિન ટેસ્ટ તેમજ એક્સ-રે અને સોનોગ્રાફી તપાસમાં ૫૦ ટકા રાહત જાહેર કરવામાં આવી હતી.
ડો. જીલ્સા અલ્પેશભાઈ સુરતીના જણાવ્યા અનુસાર કેમ્પમાં ગ્રામજનોને આરોગ્ય સંબંધિત પ્રાથમિક તપાસ અને માર્ગદર્શન મફતમાં આપવામાં આવ્યું હતું, જ્યારે વધુ તપાસ માટે ૫૦ ટકા રાહત આપવામાં આવી હતી.