Headlines kavi
દહેગામમાં ગૌચર જમીન પર ભૂમાફિયાઓનો કબજો?
ગાય માતાના નામે રાજનીતિ કરનારા હવે ક્યાં છે!
દહેગામ વિસ્તારમાં ગૌચર જમીન પર ભૂમાફિયાઓ દ્વારા કબજો કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપો સામે આવી રહ્યા છે. જેના કારણે ગાયો માટે ચરવા જેવી જમીન ઘટતી જઈ રહી છે. ગાયોના મુખમાંથી કોળિયો છીનવાઈ રહ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ રહી છે.
ગૌમાતા અને ગૌરક્ષા ના નામે રાજનીતિ કરનારા લોકો હવે આ મુદ્દે મૌન કેમ છે તેવો સવાલ સ્થાનિક લોકો ઉઠાવી રહ્યા છે. ગામના લોકો દ્વારા તાત્કાલિક તપાસ કરીને ગૌચર જમીન બચાવવા માંગ કરવામાં આવી રહી છે.
જો સમયસર પગલાં નહીં લેવાય તો ભવિષ્યમાં ગાયો માટે ચરવા જગ્યા પણ નહીં બચે તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
રિપોર્ટર: ઇમરાન મલેક
— AIMA Media News