વાંઝ ગામ પ્રવેશ દ્વારનું દાતાશ્રી કિશોરભાઈ તથા ચોર્યાસી ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ
વાંઝ ગામ પ્રવેશ દ્વારનું દાતાશ્રી કિશોરભાઈ તથા ચોર્યાસી ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ
અશોક પટેલ વાંઝ (ચોર્યાસી), તા. 08 માર્ચ 2026
આજરોજ દિનાંક 08/03/2026ના રોજ સવારે 9.15વાગ્યે સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના વાંઝ ગામ ખાતે નિર્મિત વાંઝ ગામ પ્રવેશ દ્વારનું લોકાર્પણ વાંઝ ગામના દાતાશ્રી શ્રી કિશોરભાઈ જમુભાઈ પટેલ તથા ચોર્યાસી વિસ્તારના ધારાસભ્ય શ્રીસંદિપભાઇ દેસાઇ ના હસ્તે કરવામાં આવ્યું.
આ ભવ્ય પ્રવેશ દ્વાર ગામના દાતા આગેવાન શ્રી કિશોરભાઈ જમુભાઈ પટેલ દ્વારા તેમના પુત્ર સ્વ. સુજીત કિશોરભાઈ પટેલના સ્મરણાર્થે બનાવવામાં આવ્યું છે. ગામના વિકાસ અને સૌંદર્યમાં વધારો થાય તેમજ ગામમાં પ્રવેશતા દરેક વ્યક્તિને વાંઝ ગામની ઓળખ અને ગૌરવનો અનુભવ થાય તે હેતુસર આ પ્રવેશ દ્વારનું નિર્માણ કરવામાં આવ્યું હોવાનું જણાવાયું.
કાર્યક્રમ દરમિયાન ધારાસભ્યશ્રીએ ગામના વિકાસ માટે કરવામાં આવેલી આ પહેલની પ્રશંસા કરી અને ગામના વિકાસમાં સમાજના સહકારને મહત્વપૂર્ણ ગણાવ્યો. તેમણે ગામજનોને એકતા અને સહકાર સાથે ગામના વિકાસમાં ભાગીદાર બનવા અપીલ કરી.
આ અવસરે ગામના આગેવાનો, સમાજના પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં ગામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ બાદ ઉપસ્થિત સૌ માટે નાસ્તાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રવેશ દ્વારના નિર્માણથી વાંઝ ગામની ઓળખ વધુ મજબૂત બનશે તેમજ ગામના વિકાસમાં એક વધુ ઉમદા પગલું સાબિત થશે તેવી લાગણી ગામજનો દ્વારા વ્યક્ત કરવામાં આવી.