રમઝાનનો પવિત્ર અને બરકતનો મહિનો ચાલી રહ્યો છે અને એ જ સમયગાળા દરમિયાન હોળી તથા ધુળેટીનો પર્વ પણ આવી રહ્યો છે. આ બંને તહેવારોના સંયોગને ધ્યાનમાં રાખીન
રમઝાનનો પવિત્ર અને બરકતનો મહિનો ચાલી રહ્યો છે અને એ જ સમયગાળા દરમિયાન હોળી તથા ધુળેટીનો પર્વ પણ આવી રહ્યો છે. આ બંને તહેવારોના સંયોગને ધ્યાનમાં રાખીને Insaaf Manch NGO દ્વારા રાજ્યના તમામ નાગરિકોને શાંતિ, સંયમ અને ભાઈચારો જાળવવાની અપીલ કરવામાં આવી છે.
ઇન્સાફ મંચ એનજીઓના સ્થાપક અને પ્રમુખ શેખ અબ્દુલ સમદે જણાવ્યું હતું કે, “રમઝાન આપણને સંયમ, સહનશીલતા અને માનવતાનો પાઠ શીખવે છે, જ્યારે હોળી–ધુળેટી આનંદ, એકતા અને સમરસતાનો સંદેશ આપે છે. આ બંને તહેવારો આપણા સમાજની વિવિધતા અને સહઅસ્તિત્વની શક્તિ દર્શાવે છે.”
તેમણે વધુમાં જણાવ્યું કે હોળી અને ધુળેટી ઉજવતી વખતે કોઈપણ વ્યક્તિની ધાર્મિક ભાવનાઓને ઠેસ ન પહોંચે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. બિનજરૂરી રંગ, પાણી અથવા જબરદસ્તીથી દૂર રહી, નમાઝ, રોજા, તરાવીહ તેમજ તમામ ધાર્મિક સ્થળોની પવિત્રતાનું સંપૂર્ણ સન્માન કરવું જરૂરી છે.
પ્રેસનોટમાં વધુમાં અપીલ કરવામાં આવી છે કે અફવાઓ, ખોટા સંદેશાઓ તથા ઉશ્કેરણીજનક નિવેદનોથી લોકો સાવચેત રહે. આવા તત્વો સમાજમાં તણાવ પેદા કરે છે અને શાંતિ તથા કાયદો-વ્યવસ્થાને નુકસાન પહોંચાડે છે. દરેક નાગરિકે પ્રશાસન અને પોલીસ તંત્રને સહકાર આપી સમાજમાં શાંતિ જાળવવામાં પોતાની જવાબદારી નિભાવવી જોઈએ.
ઇન્સાફ મંચ એનજીઓએ અંતમાં જણાવ્યું હતું કે ગુજરાતની સાચી ઓળખ શાંતિ, એકતા, ન્યાય અને ભાઈચારામાં છે. ચાલો, આપણે સૌ મળીને આ તહેવારોને પ્રેમ, સમજણ અને સામાજિક સૌહાર્દના પ્રતિક તરીકે ઉજવીએ.
#InsaafManchNGO Insaaf Manch Ngo #2026ramzan #Holi2026 #hilights