"એમ.પી. વિદ્યાલય સામલોદ" ખાતે SSC ધોરણ-૧૦ ની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ
ભરૂચ જિલ્લાના "સામલોદ" ખાતે તા.:-૨૬-ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ (GSEB) દ્વારા ધોરણ-૧૦ (SSC) બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થયો હતો. સામલોદ ખાતે આવેલ પરીક્ષા કેન્દ્ર પર પ્રથમ ભાષાનું પેપર શાંતિપૂર્ણ અને સુચારૂ રીતે યોજાયું હતું.
વિદ્યાર્થીઓ નિર્ધારિત સમય પહેલાં કેન્દ્ર પર હાજર રહ્યા હતા અને બોર્ડની માર્ગદર્શિકા મુજબ પરીક્ષા પ્રક્રિયા હાથ ધરવામાં આવી
પરીક્ષા દરમિયાન સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે "નબીપુર પોલીસ સ્ટેશન" દ્વારા કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસ કર્મચારીઓ સતત પેટ્રોલિંગ તથા દેખરેખ રાખી રહ્યા હતા, જેના કારણે સમગ્ર પરીક્ષા સમયગાળો શાંતિપૂર્ણ રહ્યો હતો.
વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે જરૂરી માર્ગદર્શન અને વ્યવસ્થા સુદૃઢ રાખવામાં આવી હતી.
સ્થાનિક વાલીઓ અને ગ્રામજનો દ્વારા પણ પોલીસ અને કેન્દ્ર સ્ટાફની કામગીરીની પ્રશંસા કરવામાં આવી હતી.
રિપોર્ટર: ખાનસાહેબ મસઉદરહેમાન કે.
AIMA NEWS ભરુચ.
મો.:-૯૭૨૪૭૬૩૫૦૫,