logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

સુરત મહાનગરપાલિકાના રાષ્ટ્રીય પુસ્તક મેળો બાગાયત, ફ્લાવર શો નું મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

સુરત મહાનગરપાલિકા ઘ્વારા ર૦મા સ્વામી વિવેકાનંદ રાષ્ટ્રીય પુસ્તક મેળો ર૦ર૬-સુરત ૧૮મા બાગાયત મેળો અને ફલાવર શો, ૧૦મા શિલ્પગ્રામ મેળો તથા ફૂડ ફેસ્ટીવલનું તા.૨૨/૦૨/૨૦૨૬ થી ૦૧/૦૩/૨૦૨૬ ( ૮ -દિવસ) સુધી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ ,ઉધના મગદલ્લા રોડ,સુરત ખાતે આયોજન કરવામાં આવેલ છે. જેનું ઉદઘાટન આજરોજ ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી, ગુજરાતના વરદ્દહસ્તે સંપન્ન કરવામાં આવેલ. સદર કાર્યક્રમમાં ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી, ગુજરાત ઘ્વારા સ્વામી વિવેકાનંદ રાષ્ટ્રીય પુસ્તક મેળોના સ્ટોલની મુલાકાત લીધી તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પુસ્તકો પર આધારિત થીમ પેવેલિયન - Visionary’s Vault,, Words That Build a Nationની પ્રદર્શની નિહાળી હતી. ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ઉપસ્થિત મહાનુભાવો અને જાહેર જનતા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ''મન કી બાત'' કાર્યક્રમ સાંભળ્યો હતો.
સદર રાષ્ટ્રીય પુસ્તક મેળામાં કુલ ડોમની સંખ્યા - ૧૧ છે જે પૈકી બુક ફેરમાં બુક માટેના કુલ પ ડોમ છે. જેમાં કુલ બુક સ્ટોલની સંખ્યા ૬૩ છે. શિલ્પગ્રામ માટે ૧ ડોમ છે. જેમાં કુલ સ્ટોલની સંખ્યા ૪૪ છે. પ્લાન્ટેશન માટેના કુલ ૪ ડોમ છે. જેમાં કુલ સ્ટોલની સંખ્યા ૪૦ છે. તથા ફલાવર શો નું ૮૦૦ ચો.મી. વિસ્તારમાં આયોજનના મઘ્યભાગમાં નિમાર્ણ કરેલ છે. વધુમાં ફુડ ઝોનનું પણ અલગથી ૧ ડોમ નિર્માણ કરવામાં આવેલ છે. જેમાં કુલ સ્ટોલની સંખ્યા ૩૬ છે. સ્વામી વિવેકાનંદ રાષ્ટ્રીય પુસ્તક મેળાના ડોમમાં આ સાથે સામેલ પત્રક મુજબ વિવિધ વિષયો પર વ્યાખ્યાન તેમજ વિવિધ સ્પર્ધા તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામા આવેલ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પુસ્તકો પર આધારિત થીમ પેવેલિયન - Visionary’s Vault,, Words That Build a Nation આકર્ષણનું કેંદ્ર બની રહેશે તેમજ તેઓ દ્વારા લિખિત પુસ્તકો તથા તેમના જીવન-કવન, કાર્યો,સુશાસન અને તેમની વિચારધારા પર અન્ય લેખકો દ્વારા લખાયેલ વૈવિધ્યપૂર્ણ પુસ્તકોનું પ્રદર્શન તથા વેચાણ કરવામાં આવશે. વધુમાં Immersive Elements જેવા કે AI Photobooth , NFCfied Smart Surface Media Detections , Gesture Based Flipbook જેવા આકર્ષણો આ પેવેલિયનમાં જોવા મળશે. આ પેવેલિયન માં NAMO Reading Corner , Letters to PM Section અને વિવિધ ૧૫૦ થી વધુ પુસ્તકોની પ્રદર્શની રાખવામાં આવેલ છે. આ પુસ્તક મેળા દરમ્યાન વિવિધ ભાષા, વિષયોનાં સાહિત્યમાં મોટીવેશનલ બુક માટે પ્રખ્યાત લેખકો (જેવા કે, રોબીન શર્મા, રોન્ડા બર્ન, મોર્ગન હોર્શલ, માર્ક મેન્શન, શીવ ખેરા, નેપોલીયન હીલ વગેરે.. લીટરેચર બુકમાં નીમીત ઓઝા, કાજલ ઓઝા, અમીષ ત્રીપાઠી, વિનીત બાજપલ કેવીન, મીશલ, અક્ષત યુપ્તા, ચેતન ભગત, જય વસાવડા વગેરે) તેઓ દ્વારા લિખિત કલેકશન સાથે હાજર રહેશે.
બાગાયત મેળામાં નર્સરી વિભાગમાં કુલ ૪૦ સ્ટોલોનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ગુજરાત તેમજ મહારાષ્ટ્રની પ્રતિષ્ઠિત નર્સરીઓ ભાગ લીધો છે. જેમાં શહેરીજનોને વિવિધ પ્રકારના ફુલ-છોડ, બાગાયતી સાધનો અને વિવિધ આકારના કુંડાઓ મળી શકે તે પ્રકારનું આયોજન કરવામાં આવેલ છે. ફલાવર શો-ર૦ર૬માં સરકારશ્રીની વિવિધ યોજનાઓ બાબતે શહેરીજનો માહિતગાર થાય તે હેતુથી વિવિધ પ્રકારના ફુલ-છોડથી સુશોભિત પી.એમ. આવાસ યોજના, પી.એમ. જન આરોગ્ય યોજના, પી.એમ. સૂર્યઘર યોજના, જલશકિત અભિયાન, મેટ્રોસીટી, ૦ર સેલ્ફી પોઇન્ટ અને ૦ર ગેટ(એન્ટ્રી-એકઝીટ) મળી કુલ ૦૮(આઠ) વૈવિઘ્યસભર સ્ટ્રકચરોને રંગબેરંગી ફુલોથી શણગારી પ્રદર્શિત કરવામાં કરવામાં આવેલ છે. ફલાવર શો - ર૦ર૬ માં સુશોભિત કૃતિઓના સ્ટ્રકચરોના નિર્દશન વિસ્તારમાં પીટુનીયા, ડાયન્થસ, પેન્સી, સેલોસીયા, ઝીન્યા, વિગેરે જેવા સીઝનલ તેમજ ટેકોમા થાઇ, બોગનવેલીયા, સાલવીયા, ગાર્ડનીયા, વિગેરે રંગબેરંગી ફલાવરીંગ/ફોલીએજ પ્લાન્ટસ સહિત કુલ-૪પ જાતિના વિવિધ કલરના રોપાઓથી સુશોભિત કરવામાં આવેલ છે.
આ શિલ્પગ્રામ મેળામાં વિવિધ હસ્તકલા અને હાથશાળના આર્ટીસ્ટો દ્વારા તેઓની વિશિષ્ટ કલા કારીગીરી થકી તૈયાર કરેલ વસ્તુઓનું વેચાણ કરવામા આવશે. આવી વિશિષ્ટ પ્રકારની કલાનો પ્રચાર-પ્રસાર થાય અને શહેરીજનો તેઓની કલાને જાણે અને વસ્તુઓની ખરીદી કરી આર્ટીસ્ટો ને આ કળાને જીવંત રાખવા પ્રોત્સાહિત કરે તો તેઓની કળાને આગવી ઓળખ મળશે. વિજ્ઞાન અને ટેકનોલોજીના સમયમાં હસ્તકલા અને હાથશાળની વિવિધ કળાઓ લુપ્ત ન થઇ જાય અને શહેરીજનોને આ કળા વિશે વધુ જાગૃત કરવાનો આ શિલ્પગ્રામ મેળાનો હેતુ છે. શિલ્પગ્રામમાં કચ્છી જવેલરી, એમ્બ્રોઇડરી, શંખ માંથી બનાવેલ વિવિધ વસ્તુઓ, શો-પીસ, તોરણ, બીડ વર્ક વિગેરે જેવી ઘણી કલા કારી ગરીથી બનેલ વસ્તુઓ વેચાણ કરવામાં આવશે.
સદર કાર્યક્રમ કેન્દ્રીય મંત્રી, જળશકિત મંત્રાલય, ભારત સી.આર.પાટીલ , મેયર દક્ષેશ માવાણી, સંસદસભ્ય મુકેશભાઇદલાલ, ધારાસભ્ય કિશોર કાનાણી (કુમાર), ધારાસભ્ય સંગીતાબેન પાટીલ, ધારાસભ્ય અરવિંદ રાણા, ધારાસભ્ય સંદિપ દેસાઈ, ધારાસભ્ય મનુભાઇ પટેલ, ડે. મેયર ર્ડા. નરેન્દ્ર પાટીલ, સ્થાયી સમિતિ અઘ્યક્ષ રાજન પટેલ, કમિશનર એમ. નાગરાજન, પોલિસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, કલેકટર ર્ડા. સેોરભ પારઘી, નેતા શાસકપક્ષ શશીબેન ત્રીપાઠી, દંડક ધર્મેશભાઇ વાણીયાવાલા, પૂર્વ સ્થાયી સમિતિ અઘ્યક્ષ પરેશભાઇ પટેલ, વિવિધ સમિતિના અઘ્યક્ષઓ, મ્યુ. સદસ્યઓ, જાહેર જનતા, અધિકારીઓ/ કર્મચારીઓ તથા અન્ય મહાનુભવો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

11
992 views

Comment