A young man was fatally attacked in kadi mehsana
કડીમાં 'હિન્દુ થઈને દરગાહમાં કેમ આવ્યો' કહી યુવક પર જીવલેણ હુમલો, 9 શખ્સો સામે નોંધાઈ ફરિયાદકડીમાં યુવક પર જીવલેણ હુમલો કરનાર 9 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. દડી સર્કલ પાસે આવેલા બાલાપીર દરગાહ કમ્પાઉન્ડમાં આ હુમલાની ઘટના બની છે. 'હિન્દુ થઈને દરગાહમાં કેમ આવ્યો' કહી ધવલ ગજ્જર નામના યુવક પર હુમલો કરાયો છે. આરોપી ઈર્શાદ ઉર્ફે ચૂહોએ યુવકને છરીના ઘા ઝીંક્યા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે. લાઠ્ઠી-ધોકા સાથે ટોળું યુવક પર તૂટી પડ્યું હતું. મુનાફ ઉર્ફે મામા, ઈર્શાદ, અયાન સહિત 9 આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કડી પોલીસે રાયોટિંગ સહિતની કલમો હેઠળ તપાસ શરૂ કરી છે