
SC comment on VIP darshan in the sanctum sanctorum of Mahakal Temple
સુપ્રીમ કોર્ટે મંગળવારે ધ્યપ્રદેશના ઉજ્જૈનમાં શ્રી મહાકાલેશ્વર મંદિરના ગર્ભગૃહમાં VIP દર્શનને પડકારતી અરજી ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે, આ કોર્ટના અધિકારક્ષેત્રમાં આવતી બાબત નથી, પરંતુ સત્તામાં રહેલા લોકોએ લીધેલો નિર્ણય છે. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું હતું કે, આવી અરજીઓ દાખલ કરનારાઓ સાચા શ્રદ્ધાળુઓ નથી.
GSTV.in
Search
E-news-paper
ઈ-પેપર
user-icon
All Categories
campuscorner
Campus Corner
journalist
આઈ એમ જર્નાલિસ્ટ
Gujarat
Gujarat
GSTV originals
GSTV originals
Magazines
Magazines
India
India
World
World
Business
Business
Entertainment
Entertainment
Religion
Religion
Sports
Sports
Auto-Tech
Auto-Tech
Lifestyle
Lifestyle
Career
Career
Trending
Trending
Videos
Videos
GSTV શતરંગ
GSTV શતરંગ
Kalasmruti
Kalasmruti
Vaat Tamari, Manch Amaru
Vaat Tamari, Manch Amaru
rashifal
Rashifal
Web Stories
Web Stories
Live TV
Live TV
GSTV શતરંગ
GSTV શતરંગ
rashifal
Rashifal
Live TV
Live TV
Home / India : SC comment on VIP darshan in the sanctum sanctorum of Mahakal Temple
'મહાકાલની સામે કોઈ VIP નહીં', મંદિર ગર્ભગૃહમાં VIP દર્શન અંગે સુપ્રીમ કોર્ટની મહત્ત્વની ટિપ્પણી
Last Update : 27 Jan 2026
Bookmark
'મહાકાલની સામે કોઈ VIP નહીં', મંદિર ગર્ભગૃહમાં VIP દર્શન અંગે સુપ્રીમ કોર્ટની મહત્ત્વની ટિપ્પણી
Source : GOOGLE
સુપ્રીમ કોર્ટે મંગળવારે ધ્યપ્રદેશના ઉજ્જૈનમાં શ્રી મહાકાલેશ્વર મંદિરના ગર્ભગૃહમાં VIP દર્શનને પડકારતી અરજી ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે, આ કોર્ટના અધિકારક્ષેત્રમાં આવતી બાબત નથી, પરંતુ સત્તામાં રહેલા લોકોએ લીધેલો નિર્ણય છે. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું હતું કે, આવી અરજીઓ દાખલ કરનારાઓ સાચા શ્રદ્ધાળુઓ નથી.
GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store
Play Store
ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, ન્યાયાધીશ આર. મહાદેવન અને ન્યાયાધીશ જોયમાલ્ય બાગચીની બેન્ચે દર્પણ અવસ્થી દ્વારા દાખલ કરાયેલી અરજીની સુનાવણી કરી રહી હતી. અરજદારે મધ્યપ્રદેશ હાઈકોર્ટના અરજીને ફગાવી દેવાના આદેશને પડકાર્યો હતો, જેમાં VIP લોકોને ગર્ભગૃહમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી હતી અને સામાન્ય લોકોને પ્રવેશ નકારાયો હતો.
અરજદારના વકીલે શું દલીલ કરી હતી?
અરજદાર તરફથી વિષ્ણુ શંકર જૈને દલીલ કરતા કહ્યું કે, મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશતા કોઈપણ વ્યક્તિ સાથે સમાન વર્તનની એક સમાન નીતિ હોવી જોઈએ. VIP દરજ્જાના આધારે નાગરિકો સાથે ભેદભાવ કરી ન શકાય. જો કોઈ વ્યક્તિ કલેક્ટરની ભલામણ પર ગર્ભગૃહમાં પ્રવેશ કરી રહી હોય, તો મહાકાલના દર્શન કરવા માંગતા કોઈપણ ભક્તને ગર્ભગૃહમાં પ્રવેશવાનો અને દેવતાને જળ અર્પણ કરવાનો પણ અધિકાર હોવો જોઈએ.
મહાકાલની સામે કોઈ VIP નથી - સુપ્રીમ કોર્ટ
કોર્ટે કહ્યું કે, “મહાકાલની સામે કોઈ VIP નથી.” મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે કહ્યું, આ મુદ્દાને મંજૂરી આપવી કે નહીં તે નક્કી કરવાનું કોર્ટનું કામ નથી. આનો નિર્ણય સત્તામાં રહેલા લોકો દ્વારા લેવાવો જોઈએ. કોર્ટ દ્વારા નહીં. જો કોર્ટ આવું નક્કી કરવાનું શરૂ કરે કે કોને પ્રવેશ આપવો અને કોને નહીં, તો તે કોર્ટના અધિકારક્ષેત્રની બહારનું ગણાશે.