logo

Gujrat baroda ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટરે નશો કરી અકસ્માત સર્જયો:

MG હેકટરમાં સવાર જેકોબ માર્ટીને ત્રણ વાહનોને અડફેટે લીધા, બે અલગ અલગ ગુના નોંધાયા
વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં ગત 26 જાન્યુઆરીની મોડી રાત્રે પૂર્વ ભારતીય ક્રિકેટર જેકોબ જોસેફ માર્ટિને દારૂના નશામાં લક્ઝરી કાર બેફામ ચલાવીને અકસ્માત સર્જ્યો હતો. આ ઘટનામાં તેમણે પાર્કિંગમાં ઉભેલી ત્રણ કારને ટક્કર મારીને નુકસાન પહોંચાડ્યું હતું. અકોટા પોલીસે આ મામલે ડ્રિંક એન્ડ ડ્રાઈવ તેમજ અકસ્માત અંગેઅલગ-અલગ ગુના નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
રાત્રે 2-30 કલાકે નશો કરેલી હાલતમાં અકસ્માત સર્જયો

ક્રિકેટર જેકોબ માર્ટિન (રહે. શાલીન ફ્લેટ, ગોત્રી, વડોદરા) પોતાની એમ.જી. હેક્ટર કારમાં અકોટા વિસ્તારમાંથી મોડી રાત્રે આશરે 2.30 વાગ્યે પુનિત નગર સોસાયટી પાસેથી પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા. નશાની હાલતને કારણે તેમણે સ્ટીયરિંગ પરથી નિયંત્રણ ગુમાવ્યું હતું, જેના પરિણામે રોડસાઈડ પાર્ક કરેલી 3 વાહનોને તેમની કારે જોરદાર અથડામણ કરી હતી. આ અકસ્માતમાં કિયા સેલ્ટોસ, હ્યુન્ડાઈ વેન્યુ અને મારુતી સેલેરિયો કારને ભારે નુકસાન થયું હતું.
ઘટનાની જાણ થતાં જ 112 (જન રક્ષક) અને અકોટા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન જેકોબ માર્ટિન દારૂ પીધેલી હાલતમાં હોવાનું સ્પષ્ટ થયું હતું. તેઓ લથડિયાં ખાઈ રહ્યો હતો અને તેમની આંખો લાલચોળ જોવા મળી હતી.

પોલીસે તેમની વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 281,324 (5)તેમજ મોટર વાહન અધિનિયમની કલમ 177,184 અને 185 તથા પ્રોહિબિશન એક્ટની કલમ 66(1)બી હેઠળ ગુનો નોંધ્યો છે. આ ઉપરાંત પોલીસે રૂ. 20 લાખની કિંમતની એમ.જી. હેક્ટર કારને કબ્જે કરી લીધી છે અને વધુ તપાસ ચાલુ રાખી છે.
જેકોબ માર્ટિન ભૂતકાળમાં પણ વિવાદમાં આવી ચૂક્યો છે

જેકોબ માર્ટિન ટીમ ઇન્ડિયા માટે 10 વન-ડે મેચ રમી ચૂક્યો છે અને અકસ્માત સમયે તે બ્લેક ફિલ્મવાળી કાર ચલાવતો હતો. તેને કાયદાની પણ એસી તેસી કરી હતી.જેકબ માટીન અને વખત વિવાદોમાં આવી ચૂક્યો છે, તે અગાઉ દારૂની મહેફિલમાં પણ ઝડપાયો હતો અને ભૂતકાળમાં તેની સામે કબૂતરબાજીનો ગુનો પણ નોંધાયેલો છે.

ઉલ્લેખનીય છે કે, બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીને પગલે તાજેતરમાં રોયલ અને સત્યમેવ જયતે ગ્રુપ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી, તેમાં પણ બંને ગ્રુપને સપોર્ટ માટે જેકોબ માર્ટિન હાજર રહ્યો હતો.

0
89 views