મોબાઇલ નેટવર્કની ગંભીર નિષ્ફળતા સામે જનતાનો રોષ, TRAIની નિષ્ક્રિયતા સામે સવાલ
મોબાઇલ નેટવર્કની ગંભીર નિષ્ફળતા સામે જનતાનો રોષ, TRAIની નિષ્ક્રિયતા સામે સવાલનવી દિલ્હી / રાજ્ય પ્રતિનિધિ:ભારતમાં મોબાઇલ નેટવર્કની હાલત દિવસે ને દિવસે વધુ દયનીય અને શરમજનક બની રહી છે. 4G નેટવર્ક આજ સુધી દેશના મોટા ભાગમાં સંતોષકારક રીતે કાર્યરત નથી, છતાં 5Gના નામે માત્ર ઢોલ-નગારા વગાડવામાં આવી રહ્યા છે. વાસ્તવિકતા એ છે કે મોટાભાગના વિસ્તારોમાં ઘર અંદરથી ફોન પર વાત કરવી મુશ્કેલ બની ગઈ છે અને ઇન્ટરનેટ સેવા દરમિયાન માત્ર “લોડિંગ”નું ગોળ ગોળ ચકરડું ફરતું રહે છે.આ પરિસ્થિતિમાં ટેલિકોમ કંપનીઓ દ્વારા સામાન્ય જનતાના રૂપિયા ખુલ્લેઆમ લૂંટવામાં આવી રહ્યા હોવાનો ગંભીર આરોપ ઉઠી રહ્યો છે. કોઈ પણ કંપનીનું નેટવર્ક વિશ્વસનીય નથી, છતાં દર થોડા મહિને મોબાઇલ રિચાર્જના ભાવોમાં કમરતોડ વધારો કરવામાં આવે છે. સેવા નબળી અને ભાવ વધારો બેધડક, આ બંનેનો એકસાથે અમલ સંપૂર્ણપણે અયોગ્ય અને અન્યાયી ગણાય છે.ટેલિકોમ ક્ષેત્રની દેખરેખ રાખતી સંવૈધાનિક જવાબદારી ધરાવતી સંસ્થા TRAI આ સમગ્ર મુદ્દે મૌન ધારણ કરી બેઠી હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ન તો નેટવર્કની ગુણવત્તા અંગે કોઈ કડક કાર્યવાહી જોવા મળે છે અને ન તો ભાવ વધારા પર કોઈ અસરકારક નિયંત્રણ. આ સ્થિતિ TRAIની નિષ્ક્રિયતા સાબિત કરે છે.જનતામાં એવી લાગણી પણ મજબૂત બની રહી છે કે સરકાર માત્ર ચૂંટણી સમયે પાર્ટી ફંડ મેળવવામાં સક્રિય રહે છે અને જનહિતના મૂળભૂત મુદ્દાઓ પર આંખ મીંચી લે છે. પરિણામે સામાન્ય નાગરિકને ન તો યોગ્ય સેવા મળે છે અને ન તો પોતાની ફરિયાદ માટે કોઈ જવાબદાર સંસ્થા દેખાય છે.આમ જનતા સવાલ કરી રહી છે કે શું જનતાના પરસેવાના રૂપિયા “હરામ” ના આવે? શું નિયમનકારી સંસ્થાઓ માત્ર નામ પૂરતી જ રહી ગઈ છે?જનતા તરફથી સ્પષ્ટ માંગ ઉઠી છે કેમોબાઇલ નેટવર્કની ગુણવત્તામાં તાત્કાલિક અને વાસ્તવિક સુધારો કરવામાં આવે,રિચાર્જના અયોગ્ય ભાવ વધારા પર તાત્કાલિક અંકુશ મૂકવામાં આવે,નહીં તો ટેલિકોમ કંપનીઓને મજબૂત, સ્થિર અને વિશ્વસનીય નેટવર્ક આપવાનું ફરજિયાત કરવામાં આવે.જો આ બાબતે તાત્કાલિક કાર્યવાહી નહીં થાય, તો દેશમાં ઉદ્ભવતી જનઅસંતોષની સંપૂર્ણ જવાબદારી TRAI તથા કેન્દ્ર સરકારની રહેશે.