
સુરત મહાનગર પાલિકા દ્વારા લિંબાયત ઝોનમાં માર્કેટ વિસ્તારમાં ચાલી રહેલી વેરા વસુલાત ઝુંબેશ.
સાઉથ ઇસ્ટ ઝોન (લિંબાયત)ના ડે.મ્યુ.કમિશ્નર નિલેશભાઇ એચ. પટેલની સુચના મુજબ મે.આસી.કમિશ્નર દિપક એમ. રાઠોડના માર્ગદર્શન હેઠળ આકારણી અધિકારી એ. વી. જગતાપ અને આકારણી વસુલાત વિભાગના સ્ટાફ દ્વારા તા.ર૦/૦૧/ર૦ર૬ ના રોજ ૪પ૧ માર્કેટ, સર્વોદય માર્કેટ, રાઠી માર્કેટ, ફેબ્રિઝો માર્કેટ, જય એસ્ટેટ, જય નારાયણ એસ્ટેટ, વૃંદાવન એસ્ટેટ, ભાઠેના ઝુપડપટ્ટી, ઉષાનગર ઈન્ડસ્ટ્રીયલ, શિવ શંકર ઈન્ડસ્ટ્રીયલ અને રઘુકુલ માર્કેટ તથા અન્ય માર્કેટોમાં આવેલ કોર્મર્શિયલ મિલકતોમાં વેરા વસુલાતની કામગીરી ઘનિષ્ઠ બનાવવામાં આવતા લાંબા સમયથી વેરો ભરપાઇ ન કરતા કરદાતાઓમાં ફફડાટ ફેલાયો હતો. જેમાં પાછલી બાકી ધરાવતી મિલ્કતોને ટાંચમાં લઇ સીલ કરવામાં આવેલ છે. આથી ઘણાં કરદાતાઓએ સ્થળ પર જ રૂ.૬૭,૦૫,૦૦૦/- રકમની વસુલાત સહિત લિંબાયત ઝોન દ્વારા કુલ રૂ.૧,૫૨,૦૦,૨૦૧/- વસુલાત કરવામાં આવેલ છે. વધુમાં તા.૨૦/૦૧/ર૦ર૬ સુધીમાં લિંબાયત ઝોન દ્વારા કુલ ૩૩૭.૨૧ કરોડ ડિમાન્ડની સામે કુલ ૧૯૯.૯૪ કરોડ,૫૯.૨૯% ની વસુલાત કરવામાં આવેલ છે.
વધુમાં આગામી દિવસોમાં પણ સાઉથ ઇસ્ટ ઝોન (લિંબાયત)માં આવેલ તમામ ઇન્ડસ્ટ્રીયલ તેમજ કોમર્શીયલ વિસ્તારમાં પણ લાંબા સમયથી વેરો ભરપાઇ ન કરતા કરદાતાની મિલ્કતોને ટાંચમાં લઇ સીલીંગની કાર્યવાહી કરવામાં આવનાર છે. તથા રેસીડેન્સ એરીયામાં બાકીદારોની મિલકતોમાં નળ કનેકશન તેમજ ડ્રેનેજ કનેકશન કાપવાની ઝુંબેશ કરવામાં આવનાર છે.
આથી જે કરદાતાઓનો મિલ્કત વેરો બાકી છે. તેમણે ઝોન ઓફિસ તથા સીવીક સેન્ટરનો સંપર્ક કરી તાત્કાલિક વેરો ભરવા ખાસ જણાવવામાં આવે છે.