logo

Ahmedabad ફાયર સ્ટેશન ઓફિસરની પરીક્ષા રદ, અભ્યાસક્રમ બહારના પ્રશ્નો પૂછાતાં AMCનો નિર્ણય

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC)ના ફાયર વિભાગની આજે(20 જાન્યુઆરી, 2026) લેવાયેલી સ્ટેશન ઓફિસરની પરીક્ષા રદ કરવામાં આવી છે. સિલેબસ બહારના સવાલો પૂછાયા હોવાના ઉમેદવારોના આક્ષેપને પગલે તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
સ્ટેશન ઓફિસરની પરીક્ષા રદ
AMCના ફાયર વિભાગમાં સ્ટેશન ઓફિસરની પરીક્ષા આજે મંગળવારે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી દ્વારા લેવામાં આવી હતી. પરીક્ષાને લઈને ઉમેદવારોનો આક્ષેપ છે કે, પેપરમાં સિલેબસ બહારના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.
11 ફેબ્રુઆરીએ ફરીથી પરીક્ષા લેવાનો નિર્ણય
ઉમેદવારોના આક્ષેપને ધ્યાનમાં રાખીને AMCએ તાત્કાલિક પરીક્ષા રદ કરી છે અને હવે આગામી 11 ફેબ્રુઆરીના રોજ પરીક્ષા યોજવાનો નિર્ણય લીધો છે.

0
0 views