logo

પાટણ તાલુકાના દિવ્યાંગ બાળકોનો યોજાયો શૈક્ષણિક પ્રવાસ

સમગ્ર શિક્ષા, આઈ ઈ ડી યુનિટ પાટણ અને બી.આર.સી પાટણ,દાતાશ્રીઓ ના સંયુક્ત ઉપક્રમે પાટણ તાલુકાના દિવ્યાંગ બાળકોનો સર્વાંગી વિકાસ અને ઐતિહાસિક વારસાના જ્ઞાન માટે એક દિવસીય શૈક્ષણિક પ્રવાસ નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવાસમાં ધોરણ ૧ થી ૮ નાં અંદાજિત 70 જેટલા દિવ્યાંગ બાળકો અને વાલીશ્રી ઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

પ્રવાસના મુખ્ય આકર્ષણ અને સ્થળોમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓએ પાટણના ધારાસભ્યશ્રી કિરીટભાઈ પટેલ દ્વારા ગાંધીનગર વિધાનસભાની મુલાકાત લઇ રાજકીય ગતિવિધિથી અવગત કરાવ્યા. તેમજ રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી રિવાબા જાડેજા સાથે દિવ્યાંગ બાળકો અને વાલીઓએ શુભેચ્છા મુલાકાત લીધી હતી. ત્યારબાદ ત્યાંથી નીકળી વિદ્યાર્થી સમીક્ષા કેન્દ્ર ગાંધીનગર ખાતે જમવાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.

ત્યારબાદ બાળકોને ઇન્દ્રોડા પાર્ક ( પ્રાણી સંગ્રહાલય), અક્ષરધામની મુલાકાત લેવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન વિધાનસભા, પ્રાણી સંગ્રહાલય ઇન્દ્રોડા પાર્ક, અક્ષરધામ બાળકોના મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા દાતાશ્રીઓનો સહયોગ પણ ખૂબ રહ્યો હતો. જેમાં વેદાંત ભાઈ પટેલ અકિતભાઈ પરીખ વિજયભાઈ વ્યાસ હેમાનગીબેન પટેલ કામિનીબેન પટેલ કોમલબેન પરમાર રાજુભાઈ મોદી વિષ્ણુભાઈ દેસાઈ જીગરભાઈ પટેલ પ્રહલાદભાઈ ઝાલા વગેરે દાતાશ્રીઓએ આર્થિક સહયોગ આપ્યો હતો
આ પ્રવાસમાં મુખ્ય હેતુ દિવ્યાંગ બાળકો ના શારીરિક અને માનસિક વિકાસ થાય તેવો હતો. પાઠ્યપુસ્તક ના ઐતિહાસિક સ્થળોની રૂબરૂ મુલાકાત લેવાથી દિવ્યાંગ બાળકોમાં વિશેષ ખ્યાલ વિકસે છે.

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન શ્રી જિલ્લા આઈ ઈ ડી કો-ઓર્ડીનેટર મધુબેન જાદવ, બી.આર.સી કો-ઓર્ડીનેટર મીનાબેન પટેલ તેમજ પાટણ તાલુકાના દિવ્યાંગ બાળકોના શિક્ષકોએ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો..

1
99 views