ડુંગર રેલવે સ્ટેશનથી ડુંગર ગામ સુધીનો રસ્તો અતિ બિસ્માર હાલતમાં, તંત્રની ખાતરી છતાં કામ શરૂ ન થતા ગ્રામજનોમાં રોષ."
"અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ડુંગર ગામના લોકો છેલ્લા ઘણા સમયથી ખરાબ રસ્તાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ બાબતે અગાઉ કરેલી રજૂઆતોના જવાબમાં તંત્ર દ્વારા ૮ નવેમ્બરના રોજ '૨ દિવસમાં કામ શરૂ થશે' તેવી ખાતરી આપવામાં આવી હતી. જોકે, આજ દિન સુધી કોઈ કામગીરી શરૂ ન થતા ગ્રામજનો, મહિલાઓ અને વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલી પડી રહી છે. આ બાબતે ફરીથી પીએમ પોર્ટલ (PMOPG/E/2025/0178395) પર પણ ફરિયાદ નોંધાવવામાં આવી છે."