logo

Headline jambusar

AI MA MEDIA
સ્થળ : આમોદ–જંબુસર (ભરૂચ જિલ્લો)
તારીખ : 23/12/2025
આમોદ–જંબુસર વચ્ચે નવા ઢાઢર બ્રિજને કેન્દ્રની મંજૂરી, લોકોમાં ખુશીનો માહોલ
ભરૂચના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા તથા આમોદ–જંબુસરના ધારાસભ્ય શ્રી ડી. કે. સ્વામીની ભલામણના આધારે કેન્દ્ર સરકાર દ્વારા આમોદ અને જંબુસર વચ્ચે આવેલ ઢાઢર નદી પર હાલના બ્રિજની સમાંતર બાજુમાં નવા બ્રિજના નિર્માણને મંજૂરી આપવામાં આવી છે.
નવા બ્રિજનું નિર્માણ રૂપિયા 19.19 કરોડના ખર્ચે કરવામાં આવશે. લાંબા સમયથી ટ્રાફિકની સમસ્યા તેમજ જૂના બ્રિજની ક્ષમતાને લઈ સ્થાનિક લોકો દ્વારા નવી સુવિધાની માંગ કરવામાં આવી રહી હતી, જે હવે પૂર્ણ થતી જોવા મળી રહી છે.
કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી મળતાં જ આમોદ, જંબુસર સહિત આસપાસના વિસ્તારોમાં ખુશીનો માહોલ સર્જાયો છે. નવા બ્રિજના નિર્માણથી વાહનવ્યવહાર વધુ સરળ બનશે તેમજ વેપાર, ઉદ્યોગ અને સમગ્ર વિસ્તારના વિકાસને નવી દિશા મળશે તેવી લોકોએ આશા વ્યક્ત કરી છે.
સ્થાનિક લોકોએ આ મહત્વપૂર્ણ વિકાસ કાર્ય માટે સાંસદ મનસુખભાઈ વસાવા અને ધારાસભ્ય ડી. કે. સ્વામીનો આભાર વ્યક્ત કર્યો છે.
રિપોર્ટર : ઇમરાન મલેક

1
0 views