logo

શહેરા તાલુકા નાં રેણાં મોરવા માં મહિલા પર ભાજપ નાં પૂર્વ મહામંત્રી એ હુમલો કરી દલિત સમાજ વિશે જાતિવાચક શબ્દો બોલતા રોષ.

AIMA NEWS.વણકર રાજેશ.રેણા.મોરવા
શહેરા તાલુકાના રેણા મોરવા ગામે ભાજપના પૂર્વ મહામંત્રી ભ્રસ્ટાચારી સંજય બારીયા અને તેમની પત્ની દ્વારા તેમના ઘર પાડોસી મહિલા અને તેની પુત્રી હામીલા પર હુમલો કરવાની ઘટના સામે આવી છે. વર્ષો થી ઝગડા ની માનસિકતા રાખી હોય આ વિવાદમાં સંજય બારીયાએ તેમની માનસિકતા બહાર કાઢી દલિત સમાજ વિશે અપમાનજનક અને જાતિવાચક શબ્દોનો પ્રયોગ કરતા વાઇરલ વિડિઓ માં જોવાતા સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.ફરિયાદી નાં કહેવા અનુસાર ન જેવી બાબત જેવી કે દીવાલના પ્લાસ્ટર નો વિવાદ થયો હતો જોતા જોતા માં હિંસક હુમલો સંજય બારીયા તેમની પત્ની અને મિહિર એ કર્યો હતો. વધુમાં જણાવ્યા મુજબ રેણા મોરવા ગામે પાર્વતીબેન બારીયાના ઘરે દીવાલ પર પ્લાસ્ટરનું કામ ચાલતું હતું.તે સમયે તેમના પાડોસી સંજય બારીયા અને તેમના પત્નીએ આ દીવાલ અમારી જમીનમાં છે તેમ કહી ઝઘડો કર્યો હતો. તે બાબત ને લઈ પોલીસ સ્ટેશન માં અરજી કરવામાં આવી હતી, તે અરજી નો રોષ રાખીને આરોપીઓ એ રાત્રે નાં સમયે ફરિયાદીના ઘરે જઈ હુમલો કર્યો હતો.રાજકીય સાકો ધરાવતા સંજય બારીયા એ દલિત સમાજનું અપમાન કરી અને ધમકીઓ આપી અધમતા ભરી માનસિકતા બહાર કાઢી જેનાથી સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

વાઇરલ વિડિઓનાં રેણાં મોરવા માં આ અંગત ઝઘડામાં સંજય બારીયાએ અચાનક દલિત સમાજ વિશે અપમાન ઉપજાવનારું જાતિવાચક શબ્દો બોલીને વાતાવરણ ગરમાવ્યું છે. લોકોમાં એવો પ્રશ્ન ઉઠી રહ્યો છે કે બે પાડોશીઓ કે એક જ જ્ઞાતિના લોકોના વિવાદમાં દલિત સમાજને વચ્ચે લાવી તેનું અપમાન શા માટે કરવામાં આવ્યું.?પાર્વતીબેન એ વધુમાં જણાવ્યું હતું કે સંજય બારીયા અને તેઓના સાથે તેમની પત્ની અને મીહીર ખુલ્લી ગાળો બોલતા હતા અને મને મનફાવે તેમ ગડદાપાટુનો માર માર્યો હતો.મને તેઓ મારતા હતા તે જોઈ મારી પુત્રી વચ્ચે છોડાવવા પડેલી તે મારી પુત્રી સગર્ભા શ્રધ્ધા બેનને સંજય બારીયાએ ધક્કો મારી નીચે પાડી દીધી હતી પેટ માં દર્દ થતા તેમને હોસ્પિટલ ખસેડવા પડ્યા હતા.

એના પછી આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.હારી થાકી ને અમોને ન્યાય ની જરૂર હોય જેથી અમો શહેરા પોલીસ સ્ટેશન ખાતે પહોંચીયા હતા.શહેરા પોલીસે આ મામલે સંજય શાન્તીલાલ બારીયા, દીપીકા બારીયા અને મીહીર બારીયા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે. હવે જોવાનું એ રહ્યું કે ફરિયાદી ને ન્યાય મળશે કે પછી આરોપી રાજકીય વગધરાવતો હોવાથી બિન્દાસ ફરશે.

92
7571 views