logo

દિયોદરમાં SOG પોલીસ નો મોટો સપાટો રૂપિયા 14 લાખની પ્રતિબંધિત દવાઓ ઝડપાઈ

વાવ થરાદ જિલ્લામાં નશાના કારોબાર વિરુદ્ધ એસ.ઓ.જી. (SOG) પોલીસે લાલ આંખ કરી છે. દિયોદરમાં બાતમીના આધારે કરવામાં આવેલી એક મોટી કાર્યવાહીમાં પ્રતિબંધિત નશાકારક દવાઓનો અધધ જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.દિયોદર શહેરમાં આવેલા એક મેડિકલ અને પ્રોવિઝન સ્ટોરમાં નશાકારક દવાઓનું ગેરકાયદે વેચાણ થતું હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી. એસ.ઓ.જી. ટીમે ઓચિંતો દરોડો પાડતા સ્ટોરમાંથી નશા તરીકે ઉપયોગમાં લેવાતી પ્રતિબંધિત ગોળીઓ અને સીરપનો મોટો જથ્થો મળી આવ્યો હતો પોલીસે અંદાજે ₹14,14,000 થી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.પોલીસે એક શખ્સની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસ ડ્રગ્સ વિરુદ્ધના અભિયાન હેઠળ બનાસકાંઠા એસ.ઓ.જી. દ્વારા આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતુ આટલો મોટો જથ્થો ક્યાંથી સપ્લાય કરવામાં આવતો હતો અને આ કાળા કારોબારમાં અન્ય કોણ સંડોવાયેલું છે, તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. સરહદી જિલ્લામાં નશાના વધતા દૂષણને ડામવા માટે પોલીસની આ કામગીરીને લોકો બિરદાવી રહ્યા છે.દિયોદરમાં નશાના કાળા કારોબારનો પર્દાફાશ! SOG પોલીસે ₹14 લાખની દવાઓ સાથે એકને દબોચ્યા

0
0 views