
175 વર્ષ જૂની સુરત શહેરની ઐતિહાસિક ધરોહર ઘી એન્દ્રુઝ લાઇબ્રેરી સુરત મનપા પાસે ન્યાય માટે વલખા મારી રહી છે.
સુરત શહેરની ધરોહર ગણાતી 175 વર્ષથી વધુ જૂની સંસ્થાનું અસ્તિત્વ સુરત મહાનગર પાલિકાની અનિર્ણાયક નીતિના કારણે લાયબ્રેરીની પોતાની એકમાત્ર નિભાવ આવક બંધ છે. સંસ્થા દ્વારા સંચાલિત ગુજરાતની સૌથી જૂની પુસ્તકાલય એન્ડ્રુઝ લાયબ્રેરીના પુસ્તક સભ્યો, વિદ્યાર્થી સભ્યો અને સ્ટાફના ભવિષ્ય સામે ખતરો. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને તેના જાળવણી ખર્ચ માટે આવકનો કોઈ કાયમી સ્ત્રોત પૂરો પાડ્યા વિના સંસ્થાના જાહેરાતના બોર્ડ હટાવી લેવાના કારણે સંસ્થાની એક માત્ર નિભાવ આવક બંધ થઈ જવા પામી છે. સંસ્થા દ્વારા સુરત મહાનગર પાલિકાના શાસકો તેમજ સુરત મહાનગર પાલિકાના કમિશનર વિભાગીય અધિકારીને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે કે જ્યાં સુધી સુરત મહાનગરપાલિકા સંસ્થાની કાયમી આવકના સ્ત્રોતની વ્યવસ્થા ન કરે ત્યાં સુધી સંસ્થાની આવકનો એકમાત્ર કાયમી સ્ત્રોત એવા જાહેરાત બોર્ડને હટાવવામાં ન આવે. આ સાથે સંસ્થાના સંચાલકોએ સુરત મહાનગરપાલિકાને મૌખિક અને લેખિત અરજી આપી છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન તેના સુરત શહેરમાં જાહેરાત બોર્ડ ધરાવે છે, જેમાં સંસ્થાની કાયમી આવક તરીકે દૂર કરવામાં આવેલા ચાર જાહેરાત બોર્ડનો સમાવેશ થાય જેથી સંસ્થાની માત્ર કાયમી આવક ચાલુ રહે. આ ઘટનાને 4 વર્ષથી વધુ સમય થઈ ગયો છે અને સુરત મહાનગરપાલિકાના શાસકો, કમિશનર દ્વારા હજુ સુધી કોઈ નિર્ણય ન લેવાના કારણે સંસ્થાની એન્ડ્રુઝ લાઈબ્રેરીનું અસ્તિત્વ જોખમમાં છે. કર્મચારીઓના પગાર, પુસ્તકોની ખરીદી, વિદ્યાર્થીઓના શૈક્ષણિક પુસ્તકોની ખરીદી વગેરે તમામ નિયત મોટા ખર્ચાઓ જાહેરખબર બોર્ડની આવકનો એકમાત્ર સ્ત્રોત બંધ થતાં વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે. સુરત શહેરનું ગૌરવ એવી 175 વર્ષ જૂની એન્ડ્રુઝ લાયબ્રેરી સુરત મહાનગરપાલિકા દ્વારા સંસ્થાની કાયમી નિભાવ આવકને સ્થગિત કરીને અને સંસ્થાની કાયમી નિભાવ આવક અંગેની અનિર્ણાયક નીતિના કારણે કોઈ નિર્ણય ન લેવાને કારણે સંસ્થા લાયબ્રેરી સાથે અન્યાય થઈ રહ્યો છે. છેવટે, સમાજમાં પુસ્તકાલયનું અસ્તિત્વ અને ન્યાય માટે પુસ્તકાલય જેઓ સાચી ઓળખ કરાવે છે તેઓ આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીને હસ્તક્ષેપ કરવા વિનંતી કરે છે. ઉપરાંત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા, ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ, ધારાસભ્ય અરવિંદભાઈ રાણા, મેયર દક્ષેશ માવાણી, સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલ સહિત મનપાના પદાધિકારીઓ નું આ મુદ્દે ધ્યાન દોરે છે કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકો, કમિશનર અને અધિકારીઓ દ્વારા સંસ્થાની આવક અંગે અન્ય કોઈ વ્યવસ્થા કર્યા વિના સંસ્થાની એકમાત્ર કાયમી આવકને ફ્રીઝ કરી છે. સુરત મહાનગરપાલિકાની અનિશ્ચિત નીતિના કારણે કોરોનાના સમયમાં આર્થિક નુકસાન સહન કરનારી આ સંસ્થા આર્થિક સંકટનો સામનો કરી રહી છે, જેના કારણે સંસ્થાની કાયમી આવક બંધ થઈ ગઈ છે. તેમજ સંસ્થા દ્વારા આદરણીય યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને પત્ર દ્વારા ઉપરોક્ત સમગ્ર બાબત અંગે લેખિત ધ્યાન દોર્યું હતું જેના અનુસંધાનમાં PMO ઓફિસ દ્વારા ત્રણ વખત સુરત મહાનગરપાલિકાને આ સમગ્ર પ્રશ્ન અંગે લેખિત પૂછપરછ કરી હતી જે બાબતે સુરત મહાનગરપાલિકાએ PMO ઓફિસ અને સંસ્થાને ફક્ત ત્રણ લીટી નો જવાબ આપી સંતોષ માની આગળ કોઈ પણ પ્રકારની ન્યાયિક ઉકેલની પ્રક્રિયા કરી નથી. 2022માં સ્થાયી સમિતિમાં આ બાબતે એજન્ડા પર કામ પણ આવેલ પરંતુ આ કામને મુલતવી રાખવામાં આવ્યું હતું. PMO ઓફિસ દ્વારા હાલ મનપા કમિશનરને તારીખ March 2025 ના રોજ ઉપરોક્ત સંસ્થાની ફરિયાદને ધ્યાન પર લાવવા છતાં સુરત સુરત શહેરની આ ઐતિહાસિક ધરોહર સમાન એન્ડ્રુઝ લાઇબ્રેરીને પોતાની કાયમી નિભાવ આવક જે મનપાના પોતાના પ્રોજેક્ટ માટે છેલ્લા ચાર વર્ષથી સંસ્થાની પોતાની નિભાવ આવક જે બંધ કરી દેવાય છે તે અંગે હજુ સુધી ન્યાય મળ્યો નથી. ઉપરોક્ત બાબતે ઐતિહાસિક ધરોહર એન્ડ્રુઝ લાયબ્રેરી ન્યાય માટે મનપાના દ્વાર ખટખટાવી રહ્યા છે. લાઇબ્રેરીને તો સરસ્વતી માતાનું મંદિર કહેવામાં આવે છે. સુરત શહેરના પોતીકા પક્ષ સમર્પિત સક્ષમ કેન્દ્રીય કેબિનેટ મંત્રી સી આર પાટીલ તેમજ જાંબાઝ ઉપમુખ્યમંત્રી -ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી છે ત્યારે આ ઐતિહાસિક લાઇબ્રેરી સક્ષમ નેતાઓ દ્વારા હસ્તક્ષેપ કરી ન્યાયની અપેક્ષા સેવી રહી છે.