logo

સુરત મહાનગરપાલિકાના હાઇડ્રોલિક વિભાગ તરફથી સેન્ટ્રલ ઝોનના (દક્ષિણ) વિસ્તારના પાણી પુરવઠા અંગેની અગત્યની જાહેરાત.

સેન્ટ્રલ ઝોનના (દક્ષિણ) વિસ્તારમાં તા.૧પ/૧ર/ર૦રપ ના સોમવારના રોજ સવારના સમયે અપાતો પાણી પુરવઠો આપી શકાય તેમ નથી તેમજ તા.૧૬/૧ર/ર૦રપ ના મંગળવારના રોજ ઓછા પ્રેશરથી/ઓછા જથ્થામાં/નહીંવત માત્રમાં મળવાની શકયતાઓ રહેલ છે. જે અંગેની અગત્યની જાહેરાત
સુરતના શહેરીજનોને સુરત મહાનગરપાલિકા ધ્વારા અપાતી તમામ સેવાઓ શ્રેષ્ઠત્તમ કક્ષાની મળી રહે તે માટે સુરત મહાનગરપાલિકા હરહંમેશ કટીબધ્ધ છે. સુરત મહાનગરપાલિકાનાં જુના પૂર્વઝોન (વરાછા-એ) વિસ્તારમાં વરાછા મેઈન રોડ માનગઢચોક જંકશન પાસે આવેલ વરાછા તથા સેન્ટ્રલઝોનને પાણી પુરવઠો પુરો પાડતી હયાત ૧ર૧૯ મી.મી વ્યાસની એમ.એસ.ડીસ્ટ્રીબ્યુશન લાઈનના લીકેજ રીપેરીંગની અગત્યની કામગીરી તા.૧૪/૧ર/ર૦રપ રવિવારના રોજ રાત્રે ૧૧:૦૦ થી બીજા દિવસે એટલેકે તા.૧પ/૧ર/ર૦રપ સોમવારના રોજ સવારે ૧ર:૦૦ કલાક સુધી હાથ ધરવામાં આવનાર હોય,તા.૧પ/૧ર/ર૦રપ સોમવારના રોજ સેન્ટ્રલ ઝોનના (દક્ષિણ) વિસ્તારમાં સવારના સમયે અપાતો પાણી પુરવઠો સંપૂર્ણ બંધ રહેશે તથા તા.૧૬/૧ર/ર૦રપ મંગળવારના રોજ પાણી પુરવઠો ઓછા પ્રેશરથી/ઓછા જથ્થામાં /નહીંવત માત્રમાં મળવાની શકયતાઓ રહેલ છે.
ઝોન મુજબ પાણી પુરવઠાને અસર થનાર વિસ્તારોની વિગત નીચે મુજબ છે.
નીચે દર્શાવેલ વિસ્તારોમાં તા.૧પ/૧ર/ર૦રપ સોમવારના રોજ પાણી પુરવઠો સદંતર બંધ રહેનાર છે.
-- સેન્ટ્રલ ઝોન (દક્ષિણ વિભાગ)
સવારનો સપ્લાય :- (સવારે ૦પ:૦૦ થી ૦૮:૦૦) રાજમાર્ગથી દક્ષિાણ તરફનો તમામ વિસ્તાર (બેગમપુરા, સલાબતપુરા, ગોપીપુરા, સગરામપુરા, નાનપુરા, રૂદરપુરા, સોની ફળીયા અને તેની આજુબાજુનો સમગ્ર વિસ્તાર.)
રેલ્વે સ્ટેશન, સુમુલ ડેરી
ઉપરોકત બાબતની જાહેર જનતાએ નોંધ લઈ, સહકાર આપવા તથા જરૂરીયાત મુજબનો પાણી પુરવઠો અગાઉથી સંગ્રહ કરી તેનો બચતપૂર્વક ઉપયોગ કરવા વિનંતી. વધુમાં સદર કામગીરીથી થનાર અગવડતા બદલ આથી દિલગીરી વ્યકત કરવામાં આવે છે. કામગીરી વહેલી પૂર્ણ થયેથી પાણી પુરવઠો રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે.

13
667 views