સુરતમાં આવતીકાલે ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ મેયર્સ ની એક્ઝિક્યુટિવ કમિટીની મીટીંગનું આયોજન.
આવતીકાલે સુરતમાં ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ મેયરની એક્ઝિક્યુટિવ કમિટી ની મીટીંગ નો શુભારંભ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવશે. આ એક્ઝિક્યુટિવ કમિટીની મીટીંગ સુરત શહેરના મેયર દક્ષેશ માવાણીના પ્રમુખ સ્થાને થશે. ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ એક્ઝિક્યુટિવ કમિટીનો શુભારંભ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીશ્રી સી. આર.પાટીલ, ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યના મંત્રીઓ કનુભાઈ દેસાઈ, પ્રફુલભાઈ પાનસેરીયા સુરતના ધારાસભ્યો, સુરત શહેર મનપાના પદાધિકારીઓની ઉપસ્થિત રહેશે.