logo

વિજ કંપની


📰 Jambusar Taluka News Report
સ્થળ –જંત્રાર ગામ | રિપોર્ટર: મલેક ઇમરાન

જંબુસર તાલુકા ના જંત્રાર ગામમાં આજે વહેલી સવારે વીજ ચોરીના કેસમાં જિબી ટીમે અચાનક રેડ પાડી મોટી કાર્યવાહી હાથ ધરી. માહિતી મુજબ, ગામના વિવિધ વિસ્તારોમાં લાંબા સમયથી ગેરકાયદેસર રીતે વીજળી ખેંચવાની ફરિયાદો મળી રહી હતી, જેના આધારે જિબીનાં અધિકારીઓ અને ટેકનિશિયનોએ સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી.

તપાસ દરમિયાન કેટલાક મકાનો અને દુકાનોમાં ગેરકાયદેસર રીતે કનેક્શન જોડીને વીજળીનો ઉપયોગ થતો હોવાનું બહાર આવ્યું. ટીમે તરત જ વાયરિંગ કાપીને કાયદેસર કાર્યવાહી શરૂ કરી. જવાબદાર લોકોની ઓળખ કરી તેમને નોટિસ આપવામાં આવી રહી હોવાથી ગામમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે.

અધિકારીઓએ જણાવ્યું કે વીજ ચોરીને કારણે સરકારને મોટું આર્થિક નુકસાન થાય છે અને ભવિષ્યમાં આવી કાર્યવાહી વધુ કડક કરવામાં આવશે.

જંત્રાર ગામથી – રિપોર્ટર મલેક ઇમરાન

0
76 views