logo

પંચમહાલ જિલ્લામાં બે દિવસથી કમોસમી વરસાદઃ ડાંગરના પાકને ભારે નુકસાન, ખેડૂતો ચિંતિત

AIMA NEWS.વણકર રાજેશ
હવામાન વિભાગની આગાહી વચ્ચે પંચમહાલ જિલ્લાના ગોધરા શહેર અને તાલુકામાં સતત બીજા

દિવસે પણ ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો હતો. આ અણધાર્યા વરસાદથી જનજીવન અને ખાસ કરીને ખેડૂતોને વ્યાપક અસર થઈ છે. શહેરી વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા, જયારે ગ્રામ્ય પંથકના ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. સતત વરસાદને કારણે ખેતરોમાં તૈયાર થયેલા ડાંગરના પાક અને ઘાસચારાને સૌથી વધુ નુકસાન થવાની સંભાવના છે. પાક પલળી જવાથી તેની ગુણવત્તા બગડશે અને ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવું પડશે. ખેડૂતોએ સરકાર તાત્કાલિક ધોરણે નુકસાનનો સર્વે કરીને યોગ્ય સહાય પૂરી પાડે તેવી અપેક્ષા વ્યક્ત કરી છે.

16
5659 views