
Patan : પાટણ જિલ્લામાં ભારે વરસાદથી ક્ષતિગ્રસ્ત રસ્તાઓના તાત્કાલિક મરામત કાર્યો યુદ્ધના ધોરણે શરૂ
પાટણ જિલ્લામાં તા. ૦૭/૦૯/૨૦૨૫ થી પડેલા ભારે વરસાદને કારણે અનેક સ્થળોએ રસ્તાઓને થયેલી ક્ષતિને પગલે માર્ગ અને મકાન રાજ્ય વિભાગ, પાટણ હસ્તક તાત્કાલિક મરામત કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે.
જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ક્ષતિગ્રસ્ત થયેલ રોડ-રસ્તાઓ જાહેર નાગરિકોની અવરજવર માટે મુશ્કેલીરૂપ ન બને તે માટે રાજ્ય સરકારશ્રીના સૂચનાનુસાર પાટણ જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ૧૦ ટીમોને કાર્યરત કરવામાં આવી છે. વરસાદી વિરામ બાદ ડામર પ્લાન્ટ શરૂ કરીને નીચે મુજબ માર્ગો પર પેચ વર્કની કામગીરી હાથ ધરાઈ છે:
ડામર પેચ વર્ક:
(૧) કાંસા – સરીયદ – સાંપ્રા – ઉંદરા રોડ
(૨) ચાણસ્મા – પાટણ – ડીસા રોડ
(૩) લણવા – મણુંદ – સડેર – બાલીસણા રોડ
મેટલ પેચ વર્ક:
(૧) હારીજ – બેચરાજી રોડ
(૨) ડીંડરોલ – મામવાડા રોડ
એફ.ડી.આર. વર્ક:
(૧) શંખેશ્વર – બેચરાજી રોડ
તેમજ રાધનપુર અને સાંતલપુર તાલુકામાં ભારે વરસાદને કારણે બંધ થયેલ નીચે મુજબના પાંચ રસ્તાઓ પર રેઇન કટ રીપેરીંગ, માટીકામ અને પાઇપ ડ્રેઇન રીપેરીંગ કરીને માર્ગોને ટ્રાફિક માટે કાર્યરત કરવામાં આવ્યા છે:
૧) મઢુત્રા – દાત્રાણા – બરારા – ઘોકાવાડા રોડ (કી.મી. ૦.૦૦ થી ૧૧.૯૮૦)
૨) વૌવા – દાત્રાણા – સાંતલપુર રોડ (કી.મી. ૦.૦૦ થી ૮.૮૧૦)
૩) સુઇગામ – સિઘાડા રોડ (કી.મી. ૨૦.૭૫૦ થી ૩૯.૭૫૦)
૪) રાધનપુર – લોદ્રા – મોરવાડા રોડ (કી.મી. ૦/૦૦ થી ૨૫/૦૦)
૫) સુઇગામ – સિઘાડા રોડ (કી.મી. ૨૦.૭૫૦ થી ૩૯.૭૫૦)
આ ઉપરાંત, સમી તાલુકાના કોડધા – અનવરપુરા રોડ પર આવેલ કોઝવે ઓવરટોપ થવાને કારણે બંધ થયો હતો, જેને તાત્કાલિક મરામત કરીને ટ્રાફિક માટે ખુલ્લો કરવામાં આવ્યો છે.
જિલ્લાના પાટણ, સરસ્વતી, સિદ્ધપુર, ચાણસ્મા, હારીજ, શંખેશ્વર, રાધનપુર તથા સાંતલપુર તાલુકાઓમાં સતત વરસાદ અને પાણી ભરાવાના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓને કારણે યાતાયાત પર આંશિક અસર થઈ હતી. વરસાદી વિરામ બાદ તંત્ર દ્વારા રસ્તાઓને ઝડપથી દુરસ્ત કરીને જાહેર જનતાને સરળ અને સલામત અવરજવર મળી રહે તેવા પ્રયાસો સતત ચાલી રહ્યા છે.