logo

સુરત દ્વારા સ્વસ્થ જીવન જીવવા શહેરીજનોમાં જાગૃતતા આવે તે માટે “ Sundays on Cycle ” અંતર્ગત આજરોજ પોલીસ પરેડ ગ્રાઉન્ડથી વાય જંકશન થઇ પરત પોલીસ પરેડ ગ્રાઉન્ડ સુધી યોજાયેલ સાયકલોથોન-રપમાં સાયકલીસ્ટો સહભાગી બન્યા હતા.

ગુજરાત સરકાર ઘ્વારા વર્ષ-ર૦રપને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાનું નકકી કરેલ તેમજ ભારતના રમતગમતના દિગ્ગજ મેજર ઘ્યાનચંદની જન્મજંયતિ નિમિત્તે રાષ્ટ્રીય રમતગમત દિવસ અંતર્ગત સમગ્ર ભારત, સમગ્ર ગુજરાત ફીટ, તંદુરસ્ત રહે અને રમત-ગમત ક્ષેત્રે પ્રગતિ કરે તે માટે સરકારશ્રીના અથાગ પ્રયત્નોરૂપે હર ગલી, હર મૈદાન, ખેલે સારા હિન્દુસ્તાન અને ખેલે ભી અને ખીલે ભી થીમ અપનાવી રમગ -ગમતને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા - મુકત ગુજરાત થીમ આધારિત સુરત મહાનગરપાલિકા, સુરત શહેર પોલીસ અને જિલ્લા વહીવટી તંત્ર, સુરત દ્વારા સ્વસ્થ જીવન જીવવા શહેરીજનોમાં જાગૃતતા આવે તે માટે “ Sundays on Cycle ” અંતર્ગત આજરોજ પોલીસ પરેડ ગ્રાઉન્ડથી વાય જંકશન થઇ પરત પોલીસ પરેડ ગ્રાઉન્ડ સુધી યોજાયેલ સાયકલોથોન-રપમાં સાયકલીસ્ટો સહભાગી બન્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી, જળશકિત મંત્રાલય સી.આર.પાટીલનું મેયર શ્રી દક્ષેશ માવાણી તથા મનપા કમિશનર શાલિની અગ્રવાલએ પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું અને સ્વસ્થ જીવન જીવવા માટે સાયકલોથોન-રપમાં સહભાગી થયેલ તમામ સાયકલીસ્ટો અને મહાનુભવોએ શપથ ગ્રહણ કરેલ હતા. ત્યારબાદ કેન્દ્રીય મંત્રી, જળશકિત મંત્રાલય સી.આર.પાટીલ તથા અન્ય મંચસ્થ મહાનુભવોએ ફલેગ ઓફ કરી સાયકલોથોનનો શુભારંભ કરાવેલ. હાલમાં જ ભારતમાં યોજાનાર કોમન વેલ્થ ગેમ્સ -ર૦૩૦ની યજમાની માટે બિડીંગને કેન્દ્ર સરકાર ઘ્વારા મંજુરી આપવામાં આવેલ છે. જે તમામ દેશવાસીઓ માટે ગેોરવનીય છે. આ સાયકલોથોન-રપ કાર્યક્રમમાં સંસદસભ્ય મુકેશભાઇ દલાલ, મેયર દક્ષેશભાઇ માવાણી, ધારાસભ્ય મોહન ઢોડિયા, ડે. મેયર ર્ડા. નરેન્દ્ર પાટીલ, સ્થાયી સમિતિ અઘ્યક્ષ રાજન પટેલ, મનપા કમિશનર શાલિની અગ્રવાલ, પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, કલેકટર ર્ડા. સેોરભ પારધી, મનપા નેતા શાસકપક્ષ શશીબેન ત્રીપાઠી, દંડક ધર્મેશભાઇ વાણીયાવાલા, પૂર્વ સ્થાયી સમિતિ અઘ્યકક્ષ પરેશભાઇ પટેલ, વિવિધ સમિતિના અઘ્યક્ષઓ, સ્થાનિક સદસ્યઓ , મિડીયાના મિત્રો , સાયકલ એસોસિએશનો, જીલ્લા રમત-ગમત વીરો,પોલીસ વિભાગ, સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત, ગુજરાત યોગ બોર્ડ, શાળાના વિધ્યાર્થીઓ, સુરત મહાનગરપાલિકાના અધિકારી અને કર્મચારી અને નગરજનો સહિત બહોળી સંખ્યામાં લોકો સહભાગી બન્યા હતા.

33
715 views