logo

ધર્મજ શ્રી એચએમ પટેલ સ્કૂલ ખાતે ઇન્ટરનેશનલ યોગા દિવસ ની ઉજવણી

તારીખ- ૨૧ જૂન૨૦૨૫
શનિવાર
ધી એચ.એમ.પટેલ ઈંગ્લીશ મીડિયમ સ્કૂલમાં ૧૧ મા
આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી.
'યોગ ફોર વન અર્થ વન હેલ્થ', 'સ્વસ્થ ગુજરાત-
મેદસ્વીતા મુક્ત ગુજરાત' ના ધ્યેય સાથે આજે સમગ્ર વિશ્વમાં
જયારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાઈ રહ્યો છે ત્યારે ધર્મજ
ઈંગ્લીશ મીડિયમ સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય
ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમમાં ઉપસ્થિત શાળાના
આચાર્યશ્રી ગૌરીશંકર વર્મા સાહેબ, ઉપ-આચાર્ય કુમારી ગીતા
મહાપાત્રા, કો.ઓર્ડીનેટર શ્રીમતી હેતલ શાહ તથા શ્રીમતી બીના
નાયર, વ્યાયામ શિક્ષકો, શિક્ષકગણ, એન.સી.સી. કેડેટ અને
વિદ્યાર્થીઓની હાજરીએ કાર્યક્રમમાં ઉમંગભર્યો માહોલ સર્જ્યો
હતો. સવારના શાંત અને શુદ્ધ વાતાવરણમાં આયોજિત આ
કાર્યક્રમમાં યોગાસન, પ્રાણાયમ અને ધ્યાન જેવી ક્રિયાઓ
કરવામાં આવી. જીવંત પ્રસારણ દ્વારા યોગના શારીરિક,
માનસિક તથા આત્મિક લાભો અંગે પણ વિસ્તારપૂર્વક માહિતી
મેળવી. આરોગ્ય સૌથી મહાન ભેટ છે, સંતોષ સૌથી મોટી
સંપત્તિ છે અને આ બંને યોગ દ્વારા જ મળે છે એ વિશે
વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.

32
2361 views