સુરતઃ ઓલપાડ તાલુકાના વેલુક ગામ ખાતે બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના નૂતન મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમમાં રાજ્ય મંત્રી મુકેશ પટેલ ઉપસ્થિત રહ્યાં .
સુરતઃ ઓલપાડ તાલુકાના વેલુક ગામ ખાતે બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના નૂતન મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમમાં રાજ્ય મંત્રી મુકેશ પટેલ ઉપસ્થિત રહ્યાં .
આ પ્રસંગે મંદિરમાં સ્થાપિત મૂર્તિઓના દર્શન કરી હવનમાં સૌભાગ્ય પ્રાપ્ત થયું. એવું રાજ્ય મંત્રી એ જણાવ્યું
અહીં સંતગણ અને હરિભક્તોની ઉપસ્થિતિએ સમગ્ર વાતાવરણને દિવ્યતાથી ભરી દીઘું હતું.
અસંખ્ય ભક્તોને સદાચાર અને ભક્તિના માર્ગે લઈ જનાર સંત શ્રી સ્વામિરાયણના જીવનમૂલ્યો તેમજ પ્રમુખ સ્વામી મહારાજના સેવાકીય કાર્યોને આગળ ધપાવતી @BAPS સંસ્થા દ્વારા સમગ્ર વિશ્વમાં ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને ઉજાગર કરવાની સુંદર કામગીરી થઈ રહી છે.
મંદિરો હિંદુ વિરાસત છે, ભારતીય આસ્થાનું કેન્દ્ર છે. આવનારી પેઢી વિકસિત ભારતના નિર્માણમાં અગ્રીમ યોગદાન આપી, ભારતીય સત્વ અને તત્વને જાળવી રાખે તેમજ પ્રગતિનો માર્ગ કંડારે તે માટેની પ્રેરણા મંદિરો થકી કાયમ મળતી રહેશે.
ન્યૂઝ રિપોર્ટર હરિકૃષ્ણ ભટ્ટ સુરત ઓલપાડ