Patan | ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ પૂર્ણ પરિસ્થિતિ સરહદી જિલ્લાઓમાં સુરક્ષા ને લઇ એલર્ટ ઇમરજન્સીના સમયમાં લોકો યોગદાન આપવા તૈયાર
પાટણના સમીના ઝીલવાણા ગામના યુવકો સામુહિક રીતે સમી આરોગ્ય કેન્દ્ર પર પહોંચ્યાઝીલવાણાના યુવકોએ મોટી સંખ્યામાં અહીં પહોંચી રક્તદાન કર્યું અન્ય લોકોએ પણ રક્તદાન કરી નાગરિક ધર્મ નિભાવ્યોભારત પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી તણાવપૂર્ણ પરિસ્થિતિને કારણે ગુજરાતના બોર્ડર વિસ્તારમાં અત્યારે એલર્ટ છે.. આવી પરિસ્થિતિમાં બોર્ડર વિસ્તારના જિલ્લાઓમાં સુરક્ષા ને લઈ વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે ..ત્યારે આ સરહદી વિસ્તારના જિલ્લાના લોકો પણ યુદ્ધના સમયે પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે.. ઈમરજન્સીના સમયમાં જો જરૂર પડે તો રક્તદાન માટે પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે ..અત્યારથી જ લોકો રક્તદાન કરવા પહોંચી રહ્યા છે.. સરહદી જિલ્લા એવા પાટણ જિલ્લાના સમી તાલુકાના ઝીલવાણા ગામના યુવકો પણ રાષ્ટ્રભાવના વ્યક્ત કરવા સમી સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર પહોંચી અને રક્તદાન કર્યું હતું.. સામુહિક રીતે મોટી સંખ્યામાં યુવકો એ રક્તદાન કરી પોતાનું યોગદાન આપ્યું હતું ..ઝીલવાણાના યુવકોની જેમ મોટી સંખ્યામાં અન્ય લોકો પણ આ સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર રક્તદાન કરવા પહોંચ્યા હતા ..રાત્રિના સમયે આ સરહદી જિલ્લાઓમાં બ્લેકઆઉટ કરવામાં આવે છે .અને દિવસે લોકો પોતાનાથી બનતા પ્રયાસો કરી દેશ સેવા કરી રહ્યા છે.. ત્યારે ઝીલવાણા ગામના યુવકોએ પણ અન્ય લોકોને આવા સમયે રક્તદાન કરી પોતાની ફરજ નિભાવે તેવી પ્રેરણા આપી રહ્યા છે..આવી પરિસ્થિતિમાં રાષ્ટ્રભાવના વ્યક્ત કરવા અને લોકો સેનાની અને ભારત સરકારની સાથે છે તેવું પ્રદર્શિત કરવા અનેક રીતે પ્રસિદ્ધ કરી રહ્યા છે