logo

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે માનવ મંદિર ખાતે મનો દિવ્યાંગ બાળકોની લીધી મુલાકાત

મનો દિવ્યાંગ દિકરી અંશુ ગુપ્તાએ કર્યું ઉત્સાહભેર અભિવાદન
---
અમરેલી તા.૦૫ નવેમ્બર, ૨૦૨૪ (મંગળવાર) રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે પટેલે અમરેલી જિલ્લાના સાવરકુંડલા સ્થિત માનવ મંદિર સંસ્થાના હરિના બાળ એવા મનો દિવ્યાંગ બાળકો સાથે મુલાકાત કરી હતી.
માનવ મંદિર ખાતે સંસ્થાના મોભી એવા ભક્તિરામ બાપુએ શાલ ઓઢાડીને તથા ટ્રસ્ટી સર્વશ્રીઓએ મુખ્યમંત્રીશ્રીનું પુષ્પગુચ્છ દ્વારા ઉષ્માસભર સ્વાગત કર્યું હતું તથા મેમોન્ટો અર્પણ કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ સંસ્થાની ઉમદા પ્રવૃત્તિઓ વિશેનો ચિતાર મેળવ્યો હતો.

મનો દિવ્યાંગ દીકરી શ્રી અંશુ ગુપ્તાએ મુખ્યમંત્રીશ્રીને પુષ્પગુચ્છ અર્પણ કરી ઉત્સાહભેર અભિવાદન કરી અહોભાવ વ્યકત કર્યો હતો.


ઉલ્લેખનીય છે કે, માનવ મંદિર સંસ્થા છેલ્લા ૧૨ વર્ષથી મનો દિવ્યાંગ દીકરીઓ માટે સેવા યજ્ઞ કરી રહી છે.

હાલમાં સંસ્થા ખાતે ૫૬ દીકરીઓ નિવાસ કરી રહી છે. જેને આરોગ્ય, રહેણાંક, ભોજન સહિત તમામ સુવિધાઓ સંસ્થા દ્વારા આપવામાં આવે છે.

સંસ્થા ખાતે બાળાઓ માટે મનોચિકિત્સક ડૉ. વિવેક જોશી દ્વારા સેવા આપવામાં આવે છે.


આ તકે કાવેરી ગોળના શ્રી નાસિરભાઈ ટાંક, કલામ ઇનોવેટિવ સ્કુલના જયભાઈ કાથરોટીયાને મુખ્યમંત્રીશ્રીના હસ્તે હાવર્ડ બુક ઓફ લંડનનો રેકોર્ડ તેમજ ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ દ્વારા આપવામાં આવેલ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

શ્રી નાસિરભાઈ ટાંકને હાવર્ડ બુક ઓફ લંડન દ્વારા ગોળમાંથી ૧૨ થી વધુ કુદરતી ઉત્પાદનો બનાવવા બદલ તેમજ શ્રી જયભાઈ કાથરોટીયાને ૭ અનાથ ગરીબ બાળકોને પ્લેનમાં બેસાડી ૧,૨૦૦ ફૂટ ઊંચાઈ પર કેક કાપી બાળકોને ઉજવણી કરાવવા બદલ ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ દ્વારા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા છે.
આ મુલાકાતમાં શ્રી મનસુખભાઈ વસોયા, શ્રી ધીરજભાઈ સોરઠિયા, શ્રી દીનકરરાય ગોંડલિયા, શ્રી નિરુભા સરવૈયા, શ્રી રમેશભાઈ મુંગરા, શ્રી ભૂરાભાઈ વાળા, શ્રી લાલજીભાઈ રાંક, શ્રી લાખાભાઈ વેકરિયા, શ્રી કનુભાઈ ધાખડા તથા સંસ્થાની દિકરીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા

4
434 views