logo

મહીસાગર જિલ્લાના લુણાવાડા નગરપાલિકા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

મહીસાગર જિલ્લાના લુણાવાડા નગરપાલિકા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

લાભાર્થીઓને ઘર આંગણે વિવિધ વિભાગ હેઠળની ૫૫ જેટલી યોજનાઓનો લાભ આપવામાં આવ્યો
રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાને સતત મળતો રહે અને વહીવટમાં કાર્યક્ષમતા, પારદર્શકતા, સંવેદનશીલતા તથા જવાબદારીપણાની ભાવના વધુ સુદૃઢ બને તે માટે રાજ્ય સરકાર દ્વારા વ્યક્તિગત સેવાઓ લોકોને તેમના રહેઠાણના નજીકના સ્થળે તે જ દિવસે પ્રાપ્ત થઈ શકે તેવા ઉમદા હેતુ સાથે સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. તા. ૧૭ સપ્ટેમ્બરથી ૩૧ ઓક્ટોબર ૨૦૨૪ દરમિયાન સમગ્ર રાજ્યમાં ગામોના જૂથમાં સેવાસેતુ કાર્યક્રમના દસમા તબક્કાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

જે અંતર્ગત આજ રોજ લુણાવાડા નગરપાલિકા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. લાભાર્થીઓને વિવિધ વિભાગ હેઠળ ૫૫ જેટલી યોજનાઓનો લાભ આપવામાં આવ્યો હતો. સેવા સેતુ દ્વારા સરકાર અરજદારોને દ્વારે પહોંચી છે. પારદર્શિતા સાથે સંવેદનશીલતાનો સમન્વય સેવા સેતુમાં જોવા મળી રહ્યો છે. અગાઉના તબક્કાઓમાં સેવા સેતુ દ્વારા લાખો લોકોને એક જ દિવસમાં સ્થળ પર તેમના પ્રશ્નોના નિવારણ મળ્યા છે ત્યારે આ દસમાં સેવા સેતુ દ્વારા પણ લોકોને તમામ સેવાઓનો લાભ ઝડપી મળે તે રાજ્ય સરકાર સુનિશ્ચિત કરી રહી છે.

14
2326 views