logo

કોટડા (ચકાર)માં ઓરડીમાંથી ર લાખના શરાબ સાથે ૩ પકડાયા

ભુજ : તાલુકાના કોટડા ચકાર ગામની ઉગમણી સીમમાં આરોપીના કબ્જાની ભોગવટાની ઓરડીમાંથી ભારતીય બનાવટની ઈંગ્લિશ દારૂની બોટલ નંગ ૪૦૮ કિંમત રૂપિયા ૧,૭૯,૧૦૦ અને ૩ મોબાઈલ કિં.રૂા. ૧પ,૩૦૦ મળીને કુલ ૧,૯૪,૪૦૦ના મુદ્દામાલ સાથે ૩ શખ્સો ઝડપાયા છે. જયારે અન્ય ત્રણ ઈસમો હાજર મળ્યા ન હતા.બનાવની મળતી વિગતો મુજબ ભુજ તાલુકાના કોટડા (ચકાર)ની ઉગમણી સીમમાં આરોપી દેવીરાજસિંહ પ્રદીપસિંહ જાડેજા અને હિતેન્દ્રસિંહ પ્રદીપસિંહ જાડેજા (રહે બંને જાંબુડી, તા. ભુજ)ની કોટડા (ચકાર)ની સીમમાં કબ્જાની ઓરડીમાં પોલીસે રેડ કરી હતી. રેઈડમાં અંગ્રેજી શરાબનો જથ્થો સાથે બંને આરોપીને ઝડપી લીધા હતા. સાથે મોટા રેહાનો કેશુભા ઉર્ફે કિશોરસિંહ રવુભા જાડેજાને પણ પકડી પાડ્યો હતો. જયારે રેડ દરમ્યાન ગાંધીધામના ગિરીરાજ ઉર્ફે ગિરીશ રાણા લુહાર અને અજાણ્યા બે શખ્સોના નામ ખુલતા હાજર મળી આવ્યા ન હતા.

3
14650 views